ડુપ્લીકેટ આધારકાર્ડ બનાવવાના કેસમાં આરોપીઓની જામીન અરજી નામંજૂર

ડુપ્લીકેટ આધારકાર્ડ બનાવવાના કેસમાં આરોપીઓની જામીન અરજી નામંજૂર

મહેસાણા, તા.17 ફેબ્રુઆરી 2021, બુધવાર

મહેસાણામાં આવેલા વિડા ક્લિનિકલ રીસર્ચ સેન્ટરમાં વોલેન્ટરોની સંખ્યા વધારવા પેઈન્ટ નામની એપ્લીકેશન વડે ડુપ્લીકેટ આધારકાર્ડ બનાવવાના કાવતરાનો પર્દાફાશ એલસીબીએ કર્યો હતો. આ મામલે ઈન્ચાર્જ ડોક્ટર સહિત પાંચ આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી. આરોપીઓએ મહેસાણાની કોર્ટમાં જામીન મેળવવા અરજી કરી હતી. જેની સુનાવણી બાદ અદાલતે તેમના જામીન નામંજૂર કરવાનો હુકમ કર્યો છે. 

મહેસાણા એલસીબીને બાતમી મળી હતી કે શહેરના પાંચોટ બાયપાસ રોડ નજીક આવેલા રાધે પેલેડીયમ નામના કોમ્પ્લેક્ષમાં વિડા ક્લિનિકલ રીસર્ચ સેન્ટરમાં સ્ટડી માટે આવતા વોલેન્ટરોના આધારકાર્ડના સ્કેનીંગ કરીને  તેમાં ઉંમર તેમજ ફોટા બદલી નકલી ઓળખકાર્ડ બનાવવામાં આવે છે તેવી બાતમીના આધારે એલસીબીએ અહીં રેડ કરી હતી. જેમાં પોલીસે બનાવટી આધારકાર્ડ બનાવવાનો મુદ્દામાલ કબજે કરી પરિક્ષિત વસંતભાઈ પટેલ, રહે. લણવા, તા. ચાણસ્મા, પ્રકાશ સરદારભાઈ ચૌધરી, રહે. શંકરનગર સોસાયટી, મહેસાણા, વિપીન શ્રીધરભાઈ ઈકે, રહે. શ્રીકૃપા સોસાયટી, મહેસાણા, આનંદ નવિનભાઈ જેઠવા, રહે. અમદાવાદ, જતીન યોગેશકુમાર વઢવાણા, રહે. અમદાવાદની ધરપકડ કરી હતી. દરમિયાન  આરોપીઓએ જામીન મેળવવા માટે મહેસાણાના ત્રીજા એડીશનલ ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ ડી.બી. રાજનની કોર્ટમાં અરજી કરી હતી. જેની સુનાવણી થતા સરકારી વકીલ પી.વી. ચૌધરી દલીલો ધ્યાનમાં રાખી અદાલતે આરોપીઓની જામીન અરજી નામંજુર કરી હતી.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bhzhd2

0 Response to "ડુપ્લીકેટ આધારકાર્ડ બનાવવાના કેસમાં આરોપીઓની જામીન અરજી નામંજૂર"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel