પાલનપુરમાં લીલા કચરામાંથી ખાતરનું ઉત્પાદન કરાશે

પાલનપુરમાં લીલા કચરામાંથી ખાતરનું ઉત્પાદન કરાશે

પાલનપુર તા.17 ફેબ્રુઆરી 2021, બુધવાર

પાલનપુરમાં ધન કચરામાંથી ખાતર નું ઉત્પાદન કરી આ ખાતરથી શહેરના બાગ બગીચાઓનો વિકાસ કરવા અને વધારાનું ખેડૂતોને નિકાસ કરવા માટે સરકાર દ્રારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત નગરપાલિકાને ઓરગેનીક વેસ્ટ કનવટર મશીનની ફાળવણી કરવામાં આવી છે આ મશીન દ્રારા શહેરમાંથી આવતા લીલા કચરાનું ખાતરમાં રૂપાંતર કરવામાં આવશે.

પાલનપુર શહેરને સ્વચ્છ અને સુંદર રાખવા માટે સરકાર દ્રારા નગરપાલિકાને વર્ષે દહાડે લાખો કરોડોની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે પરંતુ પાલીકામાં સત્તાધીશોની અણઆવડત થી ફુલો અને અત્તરનું પાલનપુર શહેર ગંદકી થી ખદબદી રહ્યું છે જોકે શહેરમાં ડોર ટુ ડોર કચરો ઉઘરાની ને માલણ રોડ પર આવેલી ડંપિંગ સાઇડ પર નિકાલ કરવામાં આવી રહ્યો હોય અહીં ગંદકીના પહાડ ખડકાયા છે જેને લઈ આ વિસ્તારમાં માથું ફાટી જાય તેવી બદબુ ફેલાયેલી રહેતી હોય સ્થાનિકો તોબા પોકારી ઉઠયા છે ત્યારે શહેરમાંથી ઉઘરાવવામાં આવતા લીલા કચરામાંથી ખાતર બનાવી તનો બાગ બગીચાના વિકાસ માટે ઉપયોગ કરવા માટે સરકાર દ્રારા નગરપાલિકાને ઓરગેનીક વેસ્ટ કનવટર મશીનની ફાળવણી કરવામાં આવી છે.આ મશીન દ્વારા લીલા કચરાનું ઓછા સમયમાં ખાતરમાં રૂપાંતર કરવામાં આવે છે જેને લઈ આગામી સમયમાં લીલાં કચરામાંથી બનતા ખાતરથી શહેરના ચમનબાગ,શશિવન ત્રીકોણીયો બગીચો તેમજ કૈલાસ વાટીકાને વિકસાવવામાં આવશે અને તે  બાદ જરૂર જણાશે તો રૂ.૨ના ભાવે ખેડૂતોને પણ ખાતરનું વેચાણ કરવામાં આવશે.

3.50 ટન લીલા કચરા માંથી ખાતર ઉત્પાદન કરાશે

પાલનપુર નગરપાલિકા ના ચીફ ઓફિસર સતિષ. પટેલે જણાવ્યું હતું કે પાલીકા દ્રારા શહેરમાંથી ઉગરવામાં આવતા ૩.૫૦ ટન લીલા કચરામાંથી ખાતરનું ઉત્પાદન કરાશે અને આ ખાતરથી શહેરના બાગ બગીચાઓનો વિકાસ કરાશે ત્યારબાદ જરૂર જણાશે તો આ ખાતર ખેડૂતોને રૂ.૨ ના કીલોના ભાવથી વેચાણ કરવામાં આવશે.

15 દિવસે બનતું ખાતર માત્ર દોઢ દિવસ તૈયાર થશે

સામાન્ય રીતે કોઇ પણ બગડેલી શાકભાજીનું ખાતર બનાવતા ૧૫ દિવસનો સમય ગાળો લાગતો હોય છે.જેની સામે આ ઓરગેનીક વેસ્ટ કનવટર મશીન દ્રારા લીલા કચરા માંથી માત્ર દોઢ  દિવસ માં ખાતર તૈયાર થશે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2NfhECA

0 Response to "પાલનપુરમાં લીલા કચરામાંથી ખાતરનું ઉત્પાદન કરાશે"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel