ડીસા: સ્લમ વિસ્તારો પ્રત્યે ઓરમાયું વર્તન રાખતા હોવાના આક્ષેપ

ડીસા: સ્લમ વિસ્તારો પ્રત્યે ઓરમાયું વર્તન રાખતા હોવાના આક્ષેપ

ડીસા, તા.07 ફેબ્રુઆરી 2021, રવિવાર

ડીસામાં આવેલ વોર્ડમાં સીમાંકન મુજબ જોવામાં આવે તો આ વિસ્તારમાં મોટા ભાગે સ્લમ વિસ્તાર મોટા પ્રમાણમાં આવેલા છે અને આજ વિસ્તારમાં પાયાની સુવિધાઓ આપવામાં પણ સદસ્યો અને પાલિકા દ્વારા ઓરમાયું વર્તન રાખવામાં આવ્યું હોય તેવો આક્ષેપ પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે.

ડીસામાં વોર્ડ નંબર-૬માં ૯૮૯૦ ઉપરાંત મતદારો છે અને જેમાં મોટાભાગના સલ્મ વિસ્તારો આવેલા છે અને ગત ચૂંટણીમાં વિજેતા સદસ્યો ચૂંટણી પહેલા અનેક વાયદા કર્યા હતાં. પરંતુ એક પણ સદસ્ય આ વિસ્તારમાં ફરકયો નથી. મોટાભાગે આ વિસ્તારમાં ગરીબ અને જરૃરિયાતમંદ લોકો રહે છે. જોકે આ વિસ્તાર જેવા કે,  તેરમીનાળા, લાલચાલી  વિસ્તારમાં સમગ્ર શહેરનું ગટરનું ગંદુ પાણી પસાર થાય છે અને માત્ર ચોમાસા દરમિયાન જ આ નાળાની સફાઈ થાય છે. જેથી આ નાળામાં કચરો ગંદકી અને સોસ્ફુવાના પાણી ભળી જતા ભારે ગદકી અને દુર્ઘન્ધ ફેલાઈ જતા આસપાસમાં રહેતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે અને ગટરોની સફાઈ બાબતે સ્થાનિક સદસ્યોને વારંવાર રજુઆત કરવા છતાં પણ આ ગટરોની સફાઈ કરવામાં આવી નથી. જોકે ચોમાસા દરમિયાન આ ગટરોના પાણી લોકોના ઘરોએમાં પણ ઘુસી જતા હોવા છતાં પણ પાલિકા દ્વારા આ બાબતે કોઈજ પગલાં ભરવામાં આવ્યા નથી.

આજ વિસ્તારમાં આવેલ સરગમ સોસાયટીમાં હજુ સુધી સી.સી.રોડ પણ બનાવવામાં આવ્યો નથી. નજીકમાં આવેલ મગલપાર્કમાં તો પાકી ગટરો હજુ સુધી બનાવવામાં ના આવતા રસ્તા ઉપર ગટરના ગદા પાણી રેલાઈ રહયા છે તેમજ ફાંસીયાપીર, હરસોલિયા વાસમાં સ્ટ્રીટ લાઈટો પણ લાંબા સમયથી બંધ છે. સરદારસિંહ ઠાકુર માર્કેટની અંદરના ભાગે સફાઈના અભાવે ભયનકર ગંદકી ફેલાઈ છે. દુકાનદારો દ્વારા અવાર નવાર  રજુઆત કરવા છતાં પણ આજદિન સુધી પાલિકા કે  વિજેતા સદસ્ય ફરકતા નથી.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/36QByuh

0 Response to "ડીસા: સ્લમ વિસ્તારો પ્રત્યે ઓરમાયું વર્તન રાખતા હોવાના આક્ષેપ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel