પાલનપુરના સરકારી માલ ગોડાઉનમાં અનાજનો મોટો જથ્થો ગાયબ થઈ ગયો!!
પાલનપુર તા.17 ફેબ્રુઆરી 2021, બુધવાર
પાલનપુર ખાતે આવેલ રાજ્ય પુરવઠા નિગમના સરકારી માલ ગોડાઉન માંથી લાખો રૂપિયાની કિંમતનું અનાજ રહસ્યમય રીતે ગાયબ થઈ ગયું હોવાનું તંત્રને ધ્યાને આવતા પુરવઠા તંત્રની ટિમો દ્રારા માલ ગોડાઉનમાં ઓચિંતી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે .જેને લઈ ગોડાઉન મેનજર સહિત ના જવાબદાર અધિકારી તેમજ કર્મચારીઓમાં દોડધામ મચી જવા પામી છે જોકે સરકાર દ્રારા લોકડાઉનમાં ગરીબો માટે ફાળવેલ ચોખા તેમજ ઘઉંના જથ્થાના હિસાબમાં મોટી ઘટ સામે આવતા તપાસ શરૂ કરાઇ છે.
ગરીબ રેશન કાર્ડ ધારક પરીવારનો પોતાના નિભાવ માટે રાહત દરે અનાજ મળી રહે તે માટે સરકાર દ્રારા એફ.સી.આઈ મારફતે પુરવઠા વિભાગના માલગોડાઉનો ને દર માસે અનાજ પૂરું પાડવા માં આવે છે .જેમાં પાલનપુર તેમજ તાલુકાના ગામડા ઓમાં પણ કાર્ડ ધારકો ને રાહત દરે અનાજ મળી રહે તે માટે પુરવઠા વિભાગના સરકારી માલ ગોડાઉનમાં ચોખા અને ઘઉંનો જથ્થો પૂરો પાડવામાં આવી રહ્યો છ.ે જેમાં લોકડાઉન સમેય સરકાર દ્રારા ગરીબો માટે મોટા પ્રમાણમાં ઘઉં તેમજ ચોખાની ફાળવણી કરાઈ હતી. જે પુરવઠા જથ્થા માં ગોલમાલ થઈ હોવાનું પુરવઠા વિભાગના ધ્યાને આવતા જિલ્લા પુરવઠા તંત્રની ટિમો દ્રારા પાલનપુર માલ ગોડાઉનમાં છેલ ત્રણ દિવસથી સઘન તપાસ હાથ ધરવામાં આવી છે .જેમાં માલગોડાઉનમાં ફાળવાયેલ પુરવઠા માંથી ૬ હજાર કિવન્ટલ ઘઉં તેમજ ચોખાના જથ્થાની ઘટ હોવાનું પ્રાથમિક અનુમાન કરાઈ રહ્યું છે .જોકે સરકારી માલ ગોડાઉન માંથી ગરીબોના ભાગનું અનાજ ગાયબ થવાને લઈ ગોડાઉન મેનેજર સામે શંકાનો સોય સેવાઇ રહી હોય પુરવઠા વિભાગ દ્રારા માલગોડાઉનના જથ્થા ના હિસાબો ચેક કરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવી શકે તેમ છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3qv4505
0 Response to "પાલનપુરના સરકારી માલ ગોડાઉનમાં અનાજનો મોટો જથ્થો ગાયબ થઈ ગયો!!"
Post a Comment