
તું પોલીસમાં અમારી ચાડી ખાય છે કહી યુવાનને છરી ઝીંકી દીધી
મોરબી, તા. 7 ફેબ્રુઆરી, 2021, રવિવાર
મોરબીના લખધીરવાસ ચોક પાસે ત્રણ ઇસમોએ યુવાનને છરીનો ઘા ઝીકી ઈજા કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મોરબીના ગ્રીન ચોક બક્ષી શેરીના રહેવાસી સચિન સતીષ શુક્લએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે આરોપી તૌફીક દાઉદ રહે લાતીપ્લોટ મોરબી તેમજ ભાવેશ રમણીક બાવાજી અને અજાણ્યો ઇસમ મળીને તું પોલીસમાં અમારી ચાડી ખાય છે કહીને દારૂના કેસમાં તે જ અમને પકડાવેલ કહીને છરીનો ઘા ઝીકી દઈ ઈજા પહોંચાડી હતી મોરબી સીટી એ ડીવીઝન પોલીસે નોધ કરી તપાસ હાથ ધરી છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3tz2bxv
0 Response to "તું પોલીસમાં અમારી ચાડી ખાય છે કહી યુવાનને છરી ઝીંકી દીધી"
Post a Comment