ધરતી બંગલોઝમાં ફાળવેલા બે મતદાન મથકો બદલવા માંગણી

ધરતી બંગલોઝમાં ફાળવેલા બે મતદાન મથકો બદલવા માંગણી

મહેસાણા,તા.17 ફેબ્રુઆરી 2021, બુધવાર

મહેસાણા નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણમાં સમાવિષ્ટ ધરતી બંગલોઝમાં આવેલા બે મતદાન મથકો અન્ય સ્થળે ખસેડવા કોંગ્રેસના ઉમેદવારે માંગણી કરી છે. તેમણે આ સોસાયટીના રહીશે ઉમેદવારી નોંધાવી હોવાથી બોગસ મતદાન થવાની આશંકા વ્યક્ત કરી છે.

૨૮ ફેબ્રુઆરીના રોજ મહેસાણા નગરપાલિકાની ચુંટણી યોજાનાર છે. કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધો ચુંટણી જંગ જામે તેવી શક્યતા જણાય છે. ત્યારે પાલિકાના વોર્ડ નં.૩માં કોંગ્રેસના ઉમેદવાર ત્રિભોવનદાસ નાથાભાઈએ મહેસાણાના કલેક્ટર વ ચુંટણી અધિકારી સમક્ષ તેમના મતવિસ્તારમાં ધરતી બંગલોઝમાં ફાળવવામાં આવેલા બે બુથો તાત્કાલિક અસરથી અન્ય સ્થળે બદલવા માંગણી કરી છે. જેમાં તેમણે કરેલા ઉલ્લેખ પ્રમાણે ધરતી બંગલોઝમાં રેહતા એક રહીશે નગરપાલિકાની ચુંટણીમાં ઉમેદવારી નોંધાવી હોવાથી મતદાનના દિવસે અહીં બોગસ મતદાન અને અશાંતી ફેલાય તેવી આશંકા વ્યક્ત કરી છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Zsyu3u

0 Response to "ધરતી બંગલોઝમાં ફાળવેલા બે મતદાન મથકો બદલવા માંગણી"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel