સાપર જૂથ સેવા સહકારી મંડળીના હોદ્દેદારો સામે ઉચાપતની ફરિયાદ

સાપર જૂથ સેવા સહકારી મંડળીના હોદ્દેદારો સામે ઉચાપતની ફરિયાદ


સાયલા, તા. 24 ફેબ્રુઆરી, 2021, બુધવાર

સુરેન્દ્રનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ સેવા સહકારી મંડળીઓમાં હોદ્દેદારો દ્વારા ઉચ્ચાપત અને છેતરપીંડીના બનાવો વધી રહ્યાં છે ત્યારે સાયલા તાલુકાની સાપર જુથ સેવા સહકારી મંડળીમાં તત્કાલીન હોદ્દેદારો દ્વારા ગેરરીતી અંગે ઉચ્ચાપત અંગે સ્થાનીક રહિશ અને સામાજીક કાર્યકરે જીલ્લા રજીસ્ટાર કચેરી સહિત સામાજીક આયોગમાં લેખીત રજુઆત કરી હતી.

આ અંગે રજુઆતમાં જણાવ્યા મુજબ સાયલા તાલુકાની સાપર જુથ સેવા સહકારી મંડળીના તત્કાલીન પ્રમુખ અને મંત્રી દ્વારા પોતાના અંગત લાભ માટે મોટા પ્રમાણમાં ખોટા પેપરો ઉભા કરી મંડળીમાં વર્ષ ૨૦૧૫-૧૬માં મુળી પુનઃ સ્થાપન ગ્રાંન્ટ રૂા.૨૪,૪૬,૧૨૫ જેટલી રકમ આવી હોવા છતાં વર્ષ ૨૦૧૯ સુધી મંડળીની ખોટ સરભર ન કરી ખોટ દર્શાવી સરકારી ગ્રાન્ટનો પોતાના અંગત હિત માટે ઉપયોગ કર્યો હોવાનો તેમજ પાક વિમાની મળેલ સહાય પણ ખેડુતોને ફક્ત પેપર ઉપર દર્શાવીને નાણાકીય ઉચ્ચાપત કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમજ એક જ ઘરના ત્રણ સભ્યો નિયામક મંડળમાં કાયદાની વિરૂધ્ધમાં જઈને રાખ્યા હતાં જેથી તેઓની બહુમતના જોરે મનઘડત નિર્ણયો લઈ ફક્ત અંગત હિતના નીર્ણય લઈ મોટાપાયે ગેરરીતી આચરી શકે આથી આ અંગે યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે સાયલા તાલુકાના ઢેઢુકી ગામના યુવક અને યુવા ભાજપ મંત્રી ગણેશભાઈ કોસીયાણીયાએ જીલ્લા રજીસ્ટ્રાર કચેરી સહિત સામાજીક આયોગમાં લેખીત અરજી કરી હતી.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3uvL4wT

0 Response to "સાપર જૂથ સેવા સહકારી મંડળીના હોદ્દેદારો સામે ઉચાપતની ફરિયાદ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel