કેનાલમાંથી સિંચાઇનું પાણી ન મળતા મસાલીના ખેડૂતોનો ચૂંટણીનો બહિષ્કાર

કેનાલમાંથી સિંચાઇનું પાણી ન મળતા મસાલીના ખેડૂતોનો ચૂંટણીનો બહિષ્કાર

રાધનપુર, તા.10 ફેબ્રુઆરી 2021, બુધવાર

પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નું રણશિંગુ ફૂંકાઈ ચૂક્યું છે ત્યારે સિંચાઇના પાણી માટે વલખા મારતા મસાલી અને ગોકુળપુરા પુરાના ખેડૂતો દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.

રાધનપુર તાલુકાના મસાલી ગામ ના મહાદેવજીના મંદિરમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માં મતદાનનો બહિષ્કાર કરવાના લખાણ કરેલા બેનરો સાથે ખેડૂતો અને ગ્રામજનો એકઠા થયા હતા. પાણી નહીં તો વોટ નહીં ના સૂત્રોચ્ચાર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા હતા.   સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન નહીં કરવાનો નિર્ણય લેનાર ખેડૂતોએ જણાવ્યું હતું કે નર્મદા નિગમની મસાલી માઇનોર કેનાલ માં આવતા કમાન્ડ વિસ્તાર ને નર્મદા નિગમ દ્વારા નિયત કરેલા સર્વે નંબરમાં ચાર વર્ષ વીતી ગયા બાદ પણ કોન્ટ્રાક્ટર દ્વારા નાખવામાં આવેલનું ટેસ્ટિંગ નિગમ દ્વારા કરવામાં આવેલ નથી. જ્યારે કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી કર્યાને ચાર વર્ષ બાદ પણ કમાન્ડ એરિયા માં આવતા એક પણ ખેડૂતને ખેતી માટે સિંચાઈનું પાણી મળવા પામ્યું નથી. આ બાબતે નર્મદા નિગમમાં ખેડૂતો દ્વારા વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં નિગમના અધિકારીઓ દ્વારા કોઈ પણ સંતોષકારક જવાબ આપવામાં આવતો ન હોવાનું ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું હતું જ્યારે આ બાબતે રાધનપુર મામલતદાર અને ગ્રામજનો સાથે મળી રૂબરૂ નર્મદા નિગમ ના કાર્યપાલક ઇજનેર સાથે ચર્ચા કરવામાં આવેલ ત્યારે નિગમના અધિકારીઓ એ પાણી મળશે તેવું આશ્વાસન આપી અમોને રવાના કર્યા હતા પરંતુ આજ દિન સુધી પાણી મળવા પામ્યું નથી અને અધિકારીઓ દ્વારા આ બાબતે કોન્ટ્રાકટરને કામ આપવામાં આવ્યું હોવાની વાત ખેડૂતોને જણાવવામાં આવે છે.નર્મદા નિગમના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી ના કારણે મસાલી માઇનોર કેનાલ નું કામ આડેધડ કરવામાં આવેલું હોવાથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળતું નથી ચાર ચાર વર્ષથી સિંચાઇના પાણી માટે નર્મદા નિગમની કચેરીમાં ધક્કા ખાતા ખેડૂતોની વાત નર્મદા નિગમના અધિકારીઓ દ્વારા સાંભળવામાં ના આવતા મસાલી તેમજ ગોકુળપુરા ના ખેડૂતો દ્વારા આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 

સિંચાઇનું પાણી નહીં તો વોટ નહીં

વર્ષ ૨૦૧૭ થી મસાલી માઇનોર કેનાલ તૈયાર હોવા છતાં આજ સુધી કોઈ પણ ખેડૂતને સિંચાઈ માટે પાણી મળેલ નથી જ્યારે ગામની ૭૦૦ એકર જમીન નર્મદા નિગમ દ્વારા કમાન્ડ એરિયા થી બાકાત રાખવામાં આવેલ છે જેને લઇને નર્મદા નિગમના અધિકારીઓ સમક્ષ વારંવાર રજૂઆતો કરવા છતાં નિગમ દ્વારા સિંચાઈ માટે ખેડૂતોને પાણી આપવા યોગ્ય કામગીરી કરવામાં ન આવતા આજે તમામ ખેડૂત અને ગ્રામજનોએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન નહીં કરવાનો સામૂહિક નિર્ણય લીધો હોવાનું રામજીભાઈ ચૌધરી દ્વારા જણાવવામાં આવ્યું હતું.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LCyCdc

0 Response to "કેનાલમાંથી સિંચાઇનું પાણી ન મળતા મસાલીના ખેડૂતોનો ચૂંટણીનો બહિષ્કાર"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel