બનાસકાંઠામાં માધ્યમિક સ્કૂલોમાં ૨૫ ટકા વિદ્યાર્થીઓની ગેરહાજરી

બનાસકાંઠામાં માધ્યમિક સ્કૂલોમાં ૨૫ ટકા વિદ્યાર્થીઓની ગેરહાજરી

પાલનપુર,તા.14 ફેબ્રુઆરી 2021, રવિવાર

વૈશ્વિક કોરોના કહેરના એક વર્ષના લાંબા સમય બાદ રાજ્યમાં કોરોનાનું સંકટ હળવું બનતા સ્કૂલોમાં શિક્ષણકાર્ય તબક્કા વાર શરૂ કરવામાં આવી રહી છે. જેમાં અગાઉ ધો.૧૦ અને ૧૨ બાદ ધો.૯ અને ૧૧ના વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા. જેન પણ એક માસ જેટલો સમય વીતવા છતાં હજુ સ્કૂલોમાં વિદ્યાર્થીઓની પૂરતી સંખ્યા નોંધાતી નથી અને ૨૫ ટકા વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાઈ રહ્યા છે.

રાજ્યમાં દિવાળી બાદ કોરોનાનું સંકટ હળવું બનતા સરકાર દ્રારા છેલ્લા એક વર્ષ થી બંધ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તબક્કાવાર શિક્ષણ કાર્ય શરૂ કરાયું છે. જેમાં અગાઉ તા.૧૧ જાન્યુઆરી૨૦૨૧ થી કોરોના ની ગાઈડના પાલન સાથે ધો.૧૦ અને ૧૨ નું શિક્ષણ શરૂ કર્યા બાદ તા.૧ ફેબ્રુઆરી ૨૦૨૧ ને સોમવાર થી ધો.૯ અને ૧૧ના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. જોકે બનાસકાંઠા માં ધો.૯માં ૪૭૩૦૫ વિદ્યાર્થીઓ તેમજ ધો.૧૧માં ૨૪૪૮૫૦ મળીને ૭૩૧૫૫ વિદ્યાર્થીઓ નોંધાયેલ છે પરંતુ સ્કૂલો માં બાળકોને આવવા જવા માટે ની સ્કૂલ વાન શરૂ કરવાની હજુ મંજૂરી મળી ન હોઈ બહાર ગામથી આવતા જતા વિધાર્થી ઓ અપડાઉન તેમજ કોરોનાના ભય થી ઘરે બેઠા ઓન લાઈન અભ્યાસ કરતા હોય ધો.૯માં ૭૦ ટકા, ધો.૧૦ માં ૭૬ ટકા, ધો.૧૧માં ૭૫ ટકા અને ધો.૧૨ માં ૮૦ ટકા મળી ને સ્કૂલોમાં ૭૫ ટકા વિદ્યાર્થીઓની હાજરી નોંધાઈ રહી છે જોકે ધો.૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષા નજીકમાં છે. તેમ છતા સ્કૂલોમાં વિદ્યાર્થીઓની ૨૫ ટકા ગેરહાજરી નોંધાતા સ્કૂલ સંચાલકો વિદ્યાર્થીઓના  પરિણામને લઈ ચિંતિત બન્યા છે જોકે જિલ્લામાં કોરોના મહદ અંશે અંકુશમાં હોઈ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ ધીમીગતિએ થાળે પડી રહ્યું છે.

કયા વર્ગમાં વિદ્યાર્થીઓ ની કેટલી હાજરી 

બનાસકાંઠા ની માધ્યમિક તેમજઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં.ધો.૯માં ૭૦ ટકા, ધો.૧૦ માં ૭૬ ટકા, ધો.૧૧માં ૭૫ ટકા અને ધો.૧૨ માં ૮૦ ટકા મળીને વિદ્યાર્થીઓની સરેરાશ ૭૫ ટકા હાજરી નોંધાઈ રહી છે



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OyWDTz

0 Response to "બનાસકાંઠામાં માધ્યમિક સ્કૂલોમાં ૨૫ ટકા વિદ્યાર્થીઓની ગેરહાજરી"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel