વેલેન્ટાઇન-ડે માટે ડિમાન્ડ નિકળતા ગુલાબનો ભાવ રૂા.80-100 થયો

વેલેન્ટાઇન-ડે માટે ડિમાન્ડ નિકળતા ગુલાબનો ભાવ રૂા.80-100 થયો


(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 13 ફેબ્રૂઆરી, 2021, શનિવાર

વેલેન્ટાઈન-ડે નિમિત્તે છેલ્લે છેલ્લે ગુલાબ અને અન્ય સેવન્ટીના ફુલોની ડિમાન્ડ રહી હતી. જોકે, સુરતમાં ગુલાબના ફુલનો ભાવ રૂા.80થી 100 સુધી પહોંચી ગયો હતો.

વેલેન્ટાઈન ડેની ઉજવણી ગુલાબ વગર શક્ય નથી ત્યારે  વેલેન્ટાઇન ડે પર ફૂલોની સુવાસ મોંઘી થઈ રહી છે. પ્રતિ ગુલાબનો ભાવ અલગ-અલગ વિસ્તારોમાં જુદો છે. સામાન્ય દિવસોમાં રૂા.10-15માં મળતા ગુલાબના ભાવ રૂા.80-100 થઇ ગયા છે. ગુલાબ જ નહીં અન્ય ફૂલો પણ મોંઘા બન્યા છે. 

હાલ લગ્નની સિઝન પણ શરૂ છે. જેમાં ડેકોરેશન માટે રંગબેરંગી ફૂલો ઉપયોગ થાય છે તેના ભાવ પણ વધ્યા છે.  ગુલાબની સાથે કોમ્બિનેશનમાં સેવન્ટી અને અન્ય ફૂલોને સેટ કરી વિવિધ બુકે બને છે. વેલેન્ટાઈન ડે પર ગિફ્ટની ડિમાન્ડ છેલ્લા દિવસે વધી હતી. નવા નવા ડિઝાઇનર બુકે, પોટ, મગ સહીતનની વસ્તુઓની ખરીદી થઇ હતી.

30 વર્ષથી ફૂલોનો વ્યવસાય કરતા બપ્પીભાઇ ફુલાવાળાએ જણાવ્યું હતું કે, કોરોના કાળમાં ધંધો થયો જ નથી પણ વેલેન્ટાઇન નિમિત્તે છેલ્લે છેલ્લે ધારણા કરતા વધુ ગુલાબ ગયા છે. સાથે જ 10 પ્રકારના સેવન્ટીના ફૂલોની પણ ડિમાન્ડ નીકળી હતી. બેંગ્લોપરથી આવતા આ ફુલોની કિંમત અલગ અલગ કલર મુજબ રૂા.70થી 80 સુધીની છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ahTAYi

0 Response to "વેલેન્ટાઇન-ડે માટે ડિમાન્ડ નિકળતા ગુલાબનો ભાવ રૂા.80-100 થયો"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel