મહેસાણા નગરપાલિકાના વોર્ડ નં.8માં સારો રોડ જોવા મળતો નથી

મહેસાણા નગરપાલિકાના વોર્ડ નં.8માં સારો રોડ જોવા મળતો નથી

મહેસાણા,તા.05 ફેબ્રુઆરી 2021, શુક્રવાર

મહેસાણા પાલિકાની ચુંટણી માટે શહેરમાં વિવિધ રાજકીય પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ શરૃ કરી દીધી છે. ત્યારે તંત્ર દ્વારા પણ તમામ તૈયારીઓને પણ આખીર ઓપ આપી દેવાયો છે. જોકે ચુંટણી પૂર્ણ થયા પછી નેતાઓ વિસ્તારની દરકાર પણ લેતા હોતા નથી તેમ પ્રજા જણાવતી હોય છે. ત્યારે મહેસાણા પાલિકાના વોર્ડ નં.૮માં પણ સફાઈ નર્મદાના પાણી અને રોડ તેમજ સ્ટ્રીટ લાઈટનો પ્રશ્ન ઘણા સમયથી ઠેરનો ઠેર રહ્યો છે. વોર્ડ નં.૮માં આવેલ ઠાકોરવાસમાં ૭૦ ફુટ જેટલો રોડનો ટુકડો બે વર્ષથી નહી બનતા રહીશો ચોમાસામાં પાણી ભરાઈ રહેતા ભારે ત્રસ્ત બન્યા છે.

શહેરના નાગલપુર વિસ્તારમાં વોર્ડ નં.૮માં આવેલ ઠાકોરવાસમાં ૬૦થી વધુ મકાનો આવેલા છે. આ વિસ્તારમાં પાલિકા દ્વારા બે વર્ષ પૂર્વે સીસી રોડ બનાવાયો છે પરંતુ છેલ્લા હરોડમાં ૭૦ ફુટ જેટલો રોડનું કામ આજદિન સુધી થયું નથી. આ વાસના રહીશો ભારે ત્રસ્ત બન્યા છે. કારણકે રોડ વાળી જગ્યા ઉપર હોી અને રોડ વિનાની જગ્યાવાળો ટુકડો ખાડા હોઈ ચોમાસામાં પાણી ભરાઈ રહેતા રહીશો ભારે પરેશાન બનતા હોય છે. આ અંગે પાલિકામાં સ્થાનીક ોદ્વારા રજૂઆતો પણ કરવામાં આવી છે. છતાં કોઈ નિર્ણય લઈ શકાયો નથી. જેને લઈ રહીશોમાં તંત્ર પ્રત્યે ભારે અણગમો જોવા મળી રહ્યો છે.

આ ઉપરાંત અન્ય વિસ્તાર કરતા ઠાકોરવાસમાં સફાઈ અને સ્ટ્રીટ લાઈટ પણ નથી. સ્ટ્રીટલાઈટ માટે છેલ્લા પાંચ વર્ષથી પાલિકામાં માંગણી કરવામાં આવી છે છતાં પાલિકા આ મામલે આંખ આડા કાન કરી રહી છે.

ઠાકોરવાસમાં ભૂગર્ભ ગટરની પણ યોગ્ય વ્યવસ્થાના અભાવે રહીશોને ભારે શોષવાનો વારો આવ્યો છે. ભુગર્ભગટરની કુંડીના ઢાંકણા તુટી જવાછતાં તે નવા નાખવામાં પણ પાલિકા દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં નથી આવી. આથી રહીશોમાં તેને લઈ ભારે નારાજગી ઉભી થઈ છે.

ઠાકોરવાસમાં સ્ટ્રીટલાઈટનો અભાવ

આ અંગે સ્થાનીક રહીશ કરશનજી ઠાકોરે જણાવ્યું હતું કે આ વિસ્તાર શહેરનો અંતિમ ભાગ છે. ત્યારે ઠાકોરવાસમાં અન્ય વિસ્તારો કરતા સુવિધા ઓછી મળે છે અને મળે છે તો અધુરી મળે છે. જેમકે રોડ બનાવો તો ૭૦ ફુટનો ટુકડો બે વર્ષથી પડી રહ્યો છે અને તેમાં ચોમાસામાં પાણી ભરાઈ રહે ત્યારે મચ્છરોનો ઉપદ્રવ વધતા રહીશો ભારે પરેશાન બનતા હોય છે તો ભુગર્ભગટર પણ અહી અધુરી મુકી દેવાઈ છે અને કુંડીનું ઢાંકણુ તુટી ગયું છે. તેના પણ ફરીથી ઢાંકણું પણ રજૂઆતો કરવા છતાં ફીટ કરવામાં આવ્યું નથી. જેથી છેલ્લા પાંચ વર્ષથી સ્ટ્રીટલાઈટની માંગણી કરાઈ છે છતાં સ્ટ્રીટલાઈટની સુવિધા મળી નથી. 

મેમણવાસ, કુરેશીનગર, સાહીલ સોસાયટીમાં ક્ષારયુક્ત પાણી

વોર્ડ નં.૮માં આવેલ મેમણવાસ, કુરેશીનગર, સાહીલ સોસાયટીમાં નર્મદાનું પાણી આજદિન સુધી નથી મળી રહ્યું. જેને લઈ આ વિસ્તારના ઉપરોક્ત સોસાયટીના રહીશો ક્ષારયુક્ત પાણી પીવા મજબૂર છે અને ક્ષારયુક્ત પાણી ઘરના નળમાં આવતા ઘરમાં આવેલ આરઓ પણ ફેઈલ થઈ જતા હોય છે.

સફાઇના અભાવે ગંદકીના ઢગ 

ઠાકોરવાસના પાછળના ભાગે પાલિકા દ્વારા સફાઇ કરવામાં ન આવતા કચરાના ઢગ ખડકાયા છે. જેથી ગંદકી વાસમાં ફેલાતા રહિશો દુર્ગધથી ત્રસ્ત બન્યા છે.પાલિકા દ્વારા વોર્ડ -૮માં એક દિવસ છોડીને બીજા દિવસે સફાઇ કરવામાં આવતા વર્ષોથી આ સમસ્યા સર્જાવા પામી છે. રહિશો દ્વારા વારંવાર આ મુદ્દે તંત્રને રજુઆતો કરવા છતાં તેનો ઉકેલ આજ દિન સુધી લાવવામાં આવ્યો નથી.  



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/36M1oj6

0 Response to "મહેસાણા નગરપાલિકાના વોર્ડ નં.8માં સારો રોડ જોવા મળતો નથી"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel