અણસોલ પાસેના ખેતરમાંથી ઈજાગ્રસ્ત હાલતમાં શિયાળ મળી આવ્યું
મોડાસા,તા.05 ફેબ્રુઆરી 2021, શુક્રવાર
શામળાજી નજીક અણસોલ પાસે આવેલા એક ખેતરમાં ઈજાગ્રસ્ત હાલતમાં શિયાળ વહેલી સવારે ખેડૂતને મળી આવ્યું હતું.જેથી આ અંગે ખેડૂતે વન વિભાગને જાણ કરી હતી.શામળાજી વન વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે આવી ઈજાગ્રસ્ત થયેલ શિયાળને સારવાર અર્થે ભિલોડાની એનિમલ કેર હોસ્પિટલમાં લઈ જવાયું હતું.જયાં ઈજાગ્રસ્ત થયેલ શિયાળ ની સારવાર હાથ ધરાઈ હતી.
અણસોલ પાસે ખેડૂત પોતાના ખેતરમાં ખેતી કામ માટે ગયા હતા. તે દરમ્યાન ખેતરમાં ઈજાગ્રસ્ત થયેલ શિયાળ નજરે પડયું હતું.જેથી ખેડૂતે શામળાજી વન વિભાગને આ અંગે જાણ કરી હતી. શિયાળ જખ્મી થતાં તાબડતોડ શામળાજી વન વિભાગની ટીમ ખેતરમાં આવી ચડી હતી. અને ઈજાગ્રસ્ત થયેલ શિયાળનો કબ્જો મેળવી લઈ ભિલોડાની એનિમલ કેર હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપવામાં આવ્યું હતું.શિયાળ અને તેના જેવા કોઈ જંગલી પ્રાણી વચ્ચે થયેલ ઝડપ ના કારણે શિયાળ ઘાયેલ થયું હોવાની શક્યતા વન વિભાગે વ્યક્ત કરી હતી. શિયાળ સારવાર બાદ સાજું થતાં પૂનઃ જંગલમાં છોડી મૂકવામાં આવશે તેવુ વનવિભાગના કર્મચારીઓએ જણાવ્યું હતું.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aFUY66



0 Response to "અણસોલ પાસેના ખેતરમાંથી ઈજાગ્રસ્ત હાલતમાં શિયાળ મળી આવ્યું"
Post a Comment