ભાજપને 76 ટકા મતદારોના મત ન મળ્યા છતાં ભવ્ય વિજય!

ભાજપને 76 ટકા મતદારોના મત ન મળ્યા છતાં ભવ્ય વિજય!

- ભાજપને 24.24 ટકા,કોંગ્રેસને 11.34 ટકા,આપને 7.77 ટકા મતો મળ્યા, માત્ર 50.73 ટકા થયું હતું મતદાન


રાજકોટ, તા.24 ફેબ્રુઆરી 2021, મંગળવાર

રાજકોટમાં ફરી એક વાર, લોકોના મુદ્દા હાર્યા છે અને બુથ નેટવર્ક જીત્યું છે.  ૭૨માંથી ૬૮ બેઠક એ ભાજપનો  પ્રચંડ વિજય છે પરંતુ, એ ગાણિતીક કડવી સચ્ચાઈ પણ છે કે ભવ્ય જીત મેળવનાર ભાજપને શહેરના મતાધિકાર ધરાવતા ૭૬ ટકા નાગરિકોએ તેમનો મત આપ્યો જ નથી! 

ભાજપને કૂલ ૧૦,૬૨,૭૨૫ મતો, કોંગ્રેસને ૪,૯૭,૦૯૪ મતો અને  ત્રીજા નંબરે આમ આદમી પાર્ટીને ૩,૪૨,૪૪૬ મતો મળ્યા છે. એક મતદારને ચાર મત આપવાનો અધિકાર છે અને તેથી આ મતોને ચારે ભાંગતા ભાજપને ૨.૬૫ લાખ, કોંગ્રેસને ૧.૨૪ લાખ, આપને ૮૫ હજાર અંદાજે મતો મળ્યા છે. જેની સામે કૂલ ૧૦.૯૩ લાખ લોકોને ૪૩.૭૨  લાખ મતો આપવાનો અધિકાર હતો અને તેમાં ૫.૫૫ લાખ મતદારોએ એક સાથે ચાર મતો આપ્યાનું ગણતા આશરે ૨૨.૨૨ લાખ મતો આપ્યા છે. 

લોકશાહીની આ કમનસીબી કહો કે ખાસિયત કહો પણ બહુમતિ લોકો શુ ઈચ્છે છે (દા.ત.સસ્તા પેટ્રોલ ડીઝલ, સસ્તુ સિંગતેલ,શિક્ષણ) તે ગૌણ બની જાય છે પરંતુ, ચૂંટણી ટાણે ચોથા ભાગના મતદારોના મતો જે ખેંચી જાય છે તે વિજયમાળા પહેરીને ૨૫ ટકા પર નહીં પણ ૧૦૦ ટકા મતદારો પર રાજ કરે છે. 



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3qN7hoc

0 Response to "ભાજપને 76 ટકા મતદારોના મત ન મળ્યા છતાં ભવ્ય વિજય!"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel