થાન તાલુકામાં ખાણ- ખનીજ વિભાગનો દરોડો : રૂા. 6 લાખનો મુદ્દામાલ પકડયો

થાન તાલુકામાં ખાણ- ખનીજ વિભાગનો દરોડો : રૂા. 6 લાખનો મુદ્દામાલ પકડયો


થાન, તા. 10 ફેબ્રુઆરી, 2021, બુધવાર

સુરેન્દ્રનગર જીલ્લાના થાન તાલુકામાં મોટાપાયે ભુમાફીયાઓ દ્વારા ગેરકાયદેસર ખનીજ સંપત્તીનું ખનન અને વહન કરવામાં આવતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે જીલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમે ગેરકાયદેસર ખનીજચોરી અંગે થાન તાલુકામાં ચેકીંગ હાથધર્યું હતું જે દરમ્યાન થાન તાલુકાના રૂપાવટી રોડ પરથી ગેરકાયદેસર ખનીજ ચોરી કરતાં વાહનો સહિત લાખોનો મુદ્દામાલ ઝડપી પાડયો હતો.

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ થાન તાલુકાના ગુગલીયાણા, જામવાડી, ખારા વિસ્તાર, ખાખરાવાળી, રૂપાવટી રોડ સહિતના અનેક વિસ્તારોમાં ૨૪કલાક ભુમાફીયાઓ દ્વારા મોટાપાયે ગેરકાયદેસર ખનીજ સંપત્તિનું ખનન અને વહન થતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે અને તંત્રની રહેમનજર હેઠળ ભુમાફીયાઓને છુટ્ટો દોર મળી રહ્યો હોવાની ચર્ચાઓ થઈ રહી છે ત્યારે તંત્ર દ્વારા રજુઆતને પગલે થોડો ઘણો મુદ્દામાલ પકડી પોતાની કામગીરી બતાવવામાં આવી રહી છે ત્યારે જીલ્લા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ સહિત સ્ટાફે થાન તાલુકામાં ગેરકાયદેસર ખનીજચોરી અંગે ચેકીંગ હાથધર્યું હતું. જે દરમ્યાન રૂપાવટી રોડ પર ચેકીંગ વખતે ૬ ચરખી મશીન તથા ગેરકાયદેસર ૨૦,૦૦૦ કિલો કાર્બોસેલનો જથ્થો સહિત અંદાજે કિંમત રૂા.૬,૦૦,૦૦૦ નો મુદ્દામાલ ઝડપી પાડી બે શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી જ્યારે આ રેઈડ દરમ્યાન ખાણ ખનીજ વિભાગના અધિકારી ઓઝા, રેવન્યુ ઈન્સ્પેક્ટર ઝાલા સહિતની ટીમે સફળ કામગીરી હાથધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે થાન તાલુકામાં મોટાપાયે ગેરકાયદેસર ખનીજ સંપત્તીનું ખનન અને વહન થઈ રહ્યું છે પરંતુ વહિવટી તંત્રથી લઈ મહેસુલી તંત્ર અને પોલીસ તંત્ર તેમજ ખાણ ખનિજ વિભાગ દ્વારા કોઈ જ પગલા ભરવામાં આવતા નથી અને માત્ર દેખાવ પુરતી રેઈડ કરતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે આ અંગે ઉચ્ચકક્ષાએથી ચેકીંગ હાથધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3tOPHBS

0 Response to "થાન તાલુકામાં ખાણ- ખનીજ વિભાગનો દરોડો : રૂા. 6 લાખનો મુદ્દામાલ પકડયો"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel