
સિપુમાં માત્ર 3.51 ટકા જ્યારે દાંતીવાડા ડેમમાં 24 ટકા પાણી
દાંતીવાડા તા.07 ફેબ્રુઆરી 2021, રવિવાર
રાજયમાં ગરમીની શરૃઆત થતા જ પાણી ની સમસ્યા ઉભી થાય તેવું દેખાઈ રહ્યું છે. બનાસકાંઠા જિલ્લાના સિપુ ડેમના પાણીથી નિર્ભર રહેતા ખેડૂતો માટે ઉનાળા શરૃ થાય તે પહેલાં પાણીની તંગી સર્જાય તેવું દેખાઈ રહ્યું છે. જ્યારે બીજી તરફ તમામ ડેમ ખાલીખમ છે.દાંતીવાડા ડેમમાંથી પિયત માટે પાણી અપાયું હતું,જે બાદ હાલમાં પીવાના પાણીના ફાંફા પડે તેવી પરિસ્થિતિ નું નિર્માણ થઈ છે.જેના લીધે પીવાનું પાણી પુરી પાડતી પાણી પુરવઠાની યોજના ઠપ્પ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.
રાજ્યમાં ઓછા વરસાદના પગલે પાણી સમસ્યા વિકટ છે.સરહદી બનાસકાંઠા જિલ્લામાં ઓછા વરસાદના કારણે ઉનાળા દરમ્યાન મહામારી સર્જાય તેવી પરિસ્થિતિ છે. જિલ્લામાં પાણીના મુખ્ય ોત ડેમ છે. પરંતુ આ વર્ષે દાંતીવાડામાં આવેલ સિપુ ડેમ ખાલીખમ થતા તળિયા દેખાઈ રહ્યા છે.જ્યારે પાણીનો સંગ્રહ પણ ખૂબ ઓછો રહ્યો છે.જેના કારણે પીવા માટે પણ પાણી પૂરુ પાડવા મુશ્કેલીની પરિસ્થિતિ અત્યારથી નિર્માણ પામી છે.પરંતુ જેમ ઉનાળો આગળ વધશે તેમ પીવાના પાણીની સમસ્યા વધુ ઉગ્ર બનશે.જિલ્લાના આ ડેમમાં જેટલું પાણી છે,તે પોહચી વળે તેમ નથી. સીપુ ડેમ માંથી પાણી પુરવઠા દ્વારા ધાનેરાના ૯૪ ગામડાઓને પીવાનું પાણી પૂરું પૂરું પાડવામાં આવે છે. હાલમાં પાણીના જથ્થા પ્રમાણે ૨૧ જૂન સુધી ચાલી શકે તેટલો જથ્થો છે.
દાંતીવાડા તાલુકામાં આવેલ સિપુ ડેમ ખાલીખમ છે.તેને લઈ ખેડુતો માથે આફતના વાદળ ઘેરાયા છે. સરકારે કરોડો રૃપિયાના ખર્ચે દાંતીવાડા ડેમમાં પાઇપલાઇન મૂકી છે ત્યારે પ્રશ્ન એ છે દુષ્કાળ સમયેઆ કરોડો રૃપિયા નો કરેલો ખર્ચે બનાસકાંઠા ની જનતા ને કામ આવી નથી.ત્યારે હવે સિપુ ડેમમાં પણ પાઇપલાઇન વડે પાણી ડેમમાં નાખવાનું છે.તે પણ ખેડૂતો માટે ઉપયોગી બને છે,કે કેમ તે આવનારો સમય જ બતાવશે,જેવા અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે.
સિપુ ડેમમાંથી 40 ગામોને જ્યારે દાંતીવાડામાંથી 92 ગામોને અપાતું પીવાનું પાણી
અત્યારની સપાટી - જથ્થો
દાંતીવાડા ડેમ સપાટી
૫૬૯.૨૦ ફુટ
૧૭૩.૪૯ મીટર
૨૪.૪૬ ટકા
સીપુ ડેમ
૧૭૩.૨૧ મીટર
૫૬૮.૨૭ ફૂટ
૩.૫૧ ટકા જથ્થો ઉપલબ્ધ
ઉનાળામાં દુષ્કાળના એંધાણ વચ્ચે સિપુડેમના તળિયા દેખાયા
બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે ઓછા વરસાદથી પરિસ્થિતિ કપરી છે,જિલ્લાના મુખ્ય ગણાતા સિપુ ડેમના તળિયા દેખાવા માંડયા છે. સિપુ ડેમમાં પાણીનો જથ્થો ખૂબ ઓછો છેજે જથ્થો હાલમાં ઉપલબ્ધ છે તે પિવાના પાણી માટે પણ પહોંચી વળે તેમ નથી.જેથી આવનાર સમયમાં પણ ઉનાળામાં પાણી પુરવઠાની જૂથ યોજના દ્વારા પીવા માટે આપવુ પણ મુશ્કેલ બને તેમ છે.
જળાશયોના પાણી આધારિત ખેતી કરતા ખેડૂતોની ચિંતામાં વધારો
બનાસકાંઠાના મુખ્ય ગણાતા સિપુ ડેમના તળિયા દેખાતા ખેડૂતો ચિંતિત છે. બનાસકાંઠા જિલ્લાના જે ખેડૂતો સ્થાનિક જળાશયોના પાણી આધારિત ખેતી કરતા હતા તે ખેડૂતોને આ વર્ષે સિંચાઇ માટે પાણી ન મળતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3tACmwW
0 Response to "સિપુમાં માત્ર 3.51 ટકા જ્યારે દાંતીવાડા ડેમમાં 24 ટકા પાણી"
Post a Comment