રાજકોટ મહાપાલિકા ચૂંટણી માટે છેલ્લા દિવસે વધુ 320 ઉમેદવારી પત્રો ભરાયા

રાજકોટ મહાપાલિકા ચૂંટણી માટે છેલ્લા દિવસે વધુ 320 ઉમેદવારી પત્રો ભરાયા

રાજકોટ, તા. ૬ ફેબ્રુઆરી 2021, શનિવાર

રાજકોટ મહાનગર પાલિકાના ચૂંટણી જંગમાં ઉમેદવારો મોટી સંખ્યામાં ફૂટી નીકળ્યા છે. આજે નામાંકનના છેલ્લા દિવસે વધુ 320 ફોર્મ ભરાયા હતા. 

આજે ભરાયેલા ફોર્મની વોર્ડ વાઈઝ સંખ્યા આ પ્રમાણે છે.વોર્ડ નંબર ૧માં ૨૩, ૨- ૧૬, ૩-૨૨, ૪-૨૧, ૫-૧૭, ૬-૧૬, ૭-૧૩, ૮-૨૩, ૯-૧૬, ૧૦-૧૭, ૧૧-૧૬, ૧૨-૧૨, ૧૩-૨૨, ૧૪-૨૨, ૧૫-૨૦, ૧૬-૧૬, ૧૭-૧૦ અને વોર્ડ નંબર ૧૮માં ૧૮.

આ સાથે જ હવે ૧૮ વોર્ડની ૭૨ બેઠકો માટે આવી પડેલા ફોર્મની સંખ્યા ૬૦૦ આસપાસ થઈ ગઈ છે. ભૂલ ચૂક બદલ રદ્દ થનારા અને મંગળવારે ફોર્મ પાછા ખેંચવાની અવધિ પણ વિતી જાય એટલે અંતિમ સ્થિતિ સ્પષ્ટ થશે. જો કે રાજકીય વિશ્લેશકોના અનુમાન મુજબ પ્રત્યેક વોર્ડમાં ૧૨થી માંડીને ૧૮ ઉમેદવારો સ્પર્ધામાં રહેશે. જેને લીધે કેટલાક વોર્ડમાં મતદાન મથકો પર બે બે બેલેટ યુનિટ મૂકવા પડશે કેમ કે ઇ.વી.એમ.ના બેલેટ યુનિટ માં એક બટન રજીસ્ટ્રેશન માટેનું અને એક " નોટા " નું બાદ કરતા ઉમેદવારોની નામાવલી માટે ૧૪ બટન બાકી રહે છે.




from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cQzEgW

0 Response to "રાજકોટ મહાપાલિકા ચૂંટણી માટે છેલ્લા દિવસે વધુ 320 ઉમેદવારી પત્રો ભરાયા"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel