મહેસાણાના કડીમાં પતંગના દોરાથી યુવાનને ગંભીર ઈજા

મહેસાણાના કડીમાં પતંગના દોરાથી યુવાનને ગંભીર ઈજા

મહેસાણા, તા.15 જાન્યુઆરી 2021, શુક્રવાર

ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠામાં ભારે હર્ષોલ્લાસ અને કોરોનાના ભય વચ્ચે આકાશી યુધ્ધ એવા ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જોકે કોરોનાનો માર સહન કરી ચુકેલા ત્રણેય જિલ્લામાં મકરસંક્રાંતિ પર્વ ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવાયું હતું. ઉત્તર ગુજરાતમાં ઉત્તરાયણના દિવસે પતંગ પકડવા જતા કે પતંગ ચગાવતા પટકાવાના, પતંગ ચગાવતા બાઈક સાથે અથડાવાના અને પતંગ પકડતા ઢોર સાથે અથડાવાના બનાવ સહિત પતંગની દોરી વાગવાના ૧૦ જેટલા બનાવો નોંધાયા હતા. કડી પંથકમાં પતંગના દોરાથી યુવાનને ગંભીર ઈજા થઈ હતી.

ઉત્તર ગુજરાતમાં કોરોના ગાઈડલાઈનના પાલન સાથે પતંગોત્સવ મનાવવામાં આવ્યો હતો. સવારથી જ મહેસાણા જિલ્લામાં તમામ ૧૦ તાલુકામાં એ કાપ્યો છે ની ચીચીયારીઓ સાથે પતંગ રસિાઓએ પતંગ ચગાવી ઉત્તરાયણની મજા માણી હતી. ઉત્તરાયણની મજા સાથે પતંગની દોરી સંબંધિત અકસ્માતના ૧૦  જેટલા બનાવ બનવા પામ્યા હતા. જેમાં દોરીથી ઈજાનો એક બનાવ અને પતંગ ચગાવવા જતા પડી જવાના, બાઈક સાથે પતંગ પકડવા જતા અથડાવાના બનાવ, ઢોર સાથે ટકરાવાનો બનાવ સહિત ત્રણેય જિલ્લામાં ૧૦ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. 

મહેસાણા જિલ્લામાં પતંગ ચગાવવા જતા દિવાલ કે વાડમાં પડી જવાના ચાર જેટલા બનાવમાં ૧૦૮ ઈમરજન્સી સેવાએ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડયા હતા. તો પતંગ પકડવા જતા ઢોરની અડફેટે એક બનાવ તેમજ બાઈક સાથે અથડાવાનો એક બનાવ જ્યારે કડી પંથકમાં એક વ્યક્તિને ગળાના ભાગે દોરી વાગવાનો એક બનાવ સામે આવતા ૧૦૮ ઈમરજન્સીની ટીમે ઈજાગ્રસ્તને તાત્કાલિક કડીની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડતા ઈજાગ્રસ્ત યુવકને નવજીવન મળ્યું હતું. 

પાટણ જિલ્લામાં પણ ઉત્તરાયણનું પર્વ ઉત્સાહપૂર્વ મનાવવામાં આવ્યું હતું. પવન સાનુકુળ રહેતા પતંગ રસિકોએ ભારે આનંદ સાથે પતંગોત્સવ એવી ઉત્તરાયણની મજા માણી હતી. તો પાટણ જિલ્લામાં પતંગની દોરી સંબંધિત અકસ્માતનો એક જ બનાવ બન્યો હતો. પતંગ રસિકોએ ધાબા પર પતંગ ચગાવી આનંદ માણ્યો હતો.

બનાસકાંઠામાં પાલનપુર સહિત જિલ્લામાં આનંદપૂર્વક ઉત્તરાયણની મજા માણી હતી. તો ઉત્તરાયણમાં પતંગની દોરીથી ઈજાના બે બનાવમાં ૧૦૮ને કોલ મળતા બન્ને અકસ્માતોમાં ૧૦૮ની ટીમે ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા હતા. 



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39HStzY

0 Response to "મહેસાણાના કડીમાં પતંગના દોરાથી યુવાનને ગંભીર ઈજા"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel