
વારંવાર બંધ થતા લોકો જીવના જોખમે ફાટક ક્રોસ કરવા મજબૂર
ભીલડી,તા.17 જાન્યુઆરી 2021, રવિવાર
ડીસા તાલુકાના સોયલા ફાટક નં.૪૩ છેલ્લા બે-ત્રણ દિવસથી રેલ્વે વિભાગ દ્વારા ડબલ એન્જિન ચલાવવામાં આવતા ફાટક લાંબા સમય સુધી બંધ રહેતા લોકો અટવાય છે. પાલનપુરથી ગાંધીધામ માલગાડી રોજની ૪૦ થી વધુ ચાલે છે. અને રોજની ૨ થી ૩ ડબલ એન્જિન જોડીને ગાડી ચલાવામાં આવે છે.
ભીલડી ખાતે ડિઝલ ભરાવવા માલગાડી ઉભી રહે છે અને ડબલ એન્જિન લાંબુ હોવાથી સોયલા ફાટક નં.૪૩ ની વચ્ચોવચ આવી લાંબા સમય સુધી ઉભું રહે છે. લોકો તેમજ વાહનો અને એમ્બ્યુલન્સ (૧૦૮) અડધાં કલાક સુધી અટવાય છે. જ્યારે નિયમ મુજબ ફાટક ૧૫ મિનિટથી વધુ બંધ રાખી શકતા નથી પરંતુ આ રેલવે ના સત્તાધિસો અડધા કલાક સુધી બંધ રાખી અને ડબલ એન્જિન ચલાવામાં આવી રહ્યું છે. સોયલા રોડ થી ૩૨ થી વધુ ગામો સાથે જોડાતો રોડ છે. અવારનવાર બ્રીજ બનાવાની અનેક વાર રજૂઆત કરી છે પરંતુ આજ દિન સુધી કોઈ પરિણામ આવેલ નથી. ડબલ એન્જિન પડેલું હોવાથી લોકો જીવના જોખમે માલગાડીના ડબ્બા ઉપર ચડીને ક્રોસ કરવા મજબૂર બની રહ્યા છે. એક બાજુ રોજ ની ૪૦ થી વધુ માલગાડીઓ ચાલી રહી છે. જેને લઈને મોટા ભાગના સમયે ફાટક બંધ રહે છે પરંતુ હમણાં થી બે-ત્રણ દિવસ થી ડબલ એન્જિન ચલાવતા ફાટક વચ્ચે ઉભું રહેતાં લોકો ને ભારે મુશ્કેલી પડી રહી છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3nTqFxs
0 Response to "વારંવાર બંધ થતા લોકો જીવના જોખમે ફાટક ક્રોસ કરવા મજબૂર"
Post a Comment