
મોટી પીંપળી ડીસ્ટ્રી કેનાલમાં ગાબડુ પડતા હજારો લીટર પાણીનો વેડફાટ
રાધનપુરતા.09 જાન્યુઆરી 2021, શનિવાર
રાધનપુર તાલુકાના મેમદાવા ગામની સીમમાં થી પસાર થતી મોટી પીંપળી ડીસ્ટ્રી કેનાલમાં ગાબડુ પડતા હજારો લીટર પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યા હતા . જેને લઈને ખેડૂતે કરેલ પાકને ભારે નુકશાન થવા પામ્યુ હતુ વારંવાર કેનાલો તુટવાને કારણે ખેડૂતો માટે ખેતી કરવી મુશ્કેલ બન્યુ છે .
રાધનપુર તાલુકાનના મેમદાવાદ ગામની સીમમાં થી પસાર થતી મોટી પીંપળી ડીસ્ટ્રી કેનાલમાં પાણી વધુ છોડવામાં આવતા કેનાલ પરની માટીનું ધોવાણ થવાને કારણે એકા એક ગાબડુ પડયુ હતુ . કેનાલમાં ગાબડુ પડવાને કારણે કેનાલનું પાણી આજુબાજુના ખેતરોમાં ફરીવળ્યા હતા જેને લઈને ખેડૂતના પાકને નુકશાન થવા પામ્યુ હતુ . મેમદાવાદના ખેડૂતોએ જણાવ્યુ હતુ કે અમારે ખેતીની સીજનમાં પાણીની જરુરીયાત હોય ત્યારે નિગમ દ્વારા ટાઈમસર પાણી આપવામાં આવતું નથી અને કેનાલો તુટે ત્યારે લાખ્ખો લીટર પાણીનો બગાડ થાય છે . અને કેનાલોમાં રાત્રીના સમયે કેનાલોમાં પાણી બેફામ છોડવામાં આવે છે જેને લઈને કેનાલો તુટતી હોવાની વાત પણ ખેડૂતોએ જણાવી હતી . નર્મદાની કેનાલોની સફાઈ અને મરામત્ત ટાઈમસર કરવામાં આવતું નથી જયારે પાણી છોડવામાં આવે ત્યારે કેનાલો ઉપરથી પાણી વહી જવાને કારણે મોટા ભાગે કેનાલોમાં ગાબડા પડતા હોવાનું સ્થાનીક ખેડૂતોએ જણાવ્યું હતું . કેનાલોની સફાઈ બાબતે નિગમની ઓફીસે રજુઆત કરવા જઈએ ત્યારે અધીકારીઓ અમારી વાત પણ સાંભળતા ના હોવાનું પણ ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યુ હતુ . રાધનપુર - સાંતલપુર પંથકમાં આવેલ નર્મદા નિગમની કેનાલો ખેતીની સીઝનમાં વારંવાર તુટવાને કારેણ વિસ્તારના ખેડૂતોને ભારે નુકશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3s8LzMr
0 Response to "મોટી પીંપળી ડીસ્ટ્રી કેનાલમાં ગાબડુ પડતા હજારો લીટર પાણીનો વેડફાટ"
Post a Comment