થરાદ પંથકમાં કિશોરીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું

થરાદ પંથકમાં કિશોરીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું

થરાદ,તા.17 જાન્યુઆરી 2021, રવિવાર

થરાદ તાલુકાના એક ગામના એક પિતાએ આજે થરાદ પોલીસ સ્ટેશનમાં તેમનાજ ગામના એક ઈસમ  વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેમાં ફરિયાદમાં તેમની કિશોર વયની દિકરીને લગ્ન ની લાલચ  આપી ભગાડી જઇ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું તેમ થરાદ પોલીસે પોક્સોની ફરિયાદ નોંધાતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 

થરાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા અનુસાર થરાદ તાલુકાના નારોલી ગામના એક યુવકે એક ગામની ૧૫ વર્ષની યુવતીને લગ્નની લાલચ આપી ભગાડી તેના ખેતરમાં લઇ જઇ તેની મરજી વિરુદ્ધ વારંવાર  દુષ્કર્મ આચર્યું હતું. પિતાની ફરિયાદમાં જણાવ્યા મુજબ  ગત રાત્રે મારા બાજુના ખેતરમાં જીરુ ,રાયડો અને એરંડાનો પાક કરેલો હતો અને ત્યાં હું રાત્રે સુવા જવા નીકળ્યો હતો અને મારા ઘરે મારી દીકરી મારી પત્ની મારા  માં-બાપા સુતા હતા અને સવારના  હું ઘરે આવ્યો હતો. ત્યારે મારી પત્ની મારી દીકરીને આજુબાજુ શોધતી હતી ત્યારે મેં તેને પૂછયું કે શું કરે છે યારે મારી પત્ની એ  જણાવ્યું કે આપણી દીકરી સવારના  ખાટલામાં હતી નહીં. ત્યારે મેં ગામમાં તપાસ કરી અને મારા કુટુંબજીનો ભેગા થઈ મારી દિકરીને  શોધવા તજવીજ હાથ ધરી હતી.

મારા  કાકાના દીકરા નો ફોન આવેલ કે આપણી દીકરી મારા ખેતરે આવેલ છે ત્યારે હું તરત મારા કાકાના ખેતરે દોડી ગયેલ અને ત્યાં મારી દીકરી ને પૂછતાં તેણીએ  જણાવ્યું હતું કે આપણા ગામનો સરવણ મફા દલિત નામ નો યુવક  મારી જોડે વારંવાર ફોન કરતો અને વાતો કરતો અને ગઈકાલે રાત્રે મને લગ્ન કરવાની લાલચ આપી તેના ખેતરમાં  રાત્રે મને લઇ ગયેલ હતો અને ત્યાં આખી રાત મને ખેતરમાં સંતાડી રાખી  અને વારંવાર મારા પર દુષ્કર્મ આચર્યું હતું અને સવારનો તે મારી પાસે આવ્યો કે તને તારા ઘરવાળા શોધખોળ કરે છે અને તું ઘરે જતી રે અને  મારું નામ કોઈને આપવાનું નહીં અને હું સવારનો મારા કાકાના ઘરે ગઈ હતી તેમજ ફરિયાદી પિતાએ તેમની દીકરીને સાથે રાખીને થરાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે અંગે પોલીસે  પોસ્કોની કલમ હેઠળ આગળની તજવીજ હાથ ધરી હતી.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35RC5f3

0 Response to "થરાદ પંથકમાં કિશોરીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel