
આર્શિવાદ ક્લિનિકમાં એસઓજીનો છાપો: સિટીના અલથાણ રોડ પર બે બોગસ ડોકટરનો પર્દાફાશઃ એક પકડાયો
સુરત તા. 21 જાન્યુઆરી 2021 ગુરૂવાર
પાંડેસરા-અલથાણ રોડ સ્થિત ડી-માર્ટ નજીક ડોક્ટરની બોગસ ડિગ્રીના આધારે આર્શીવાદ ક્લિનીક નામે મેડીકલ પ્રેક્ટીસ કરી લોકોની જીંદગી સાથે ચેડા કરનારને એસઓજીએ ઝડપી પાડી પાંડેસરા પોલીસને હવાલે કર્યો હતો. જયારે અન્ય એક ડોક્ટરને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે.
એસઓજી (સ્પેશીયલ ઓપરેશન ગૃપ) ને મળેલી બાતમીના આધારે પોલીસ ટીમે પાંડેસરા-અલથાણ રોડ સ્થિત ડી-માર્ટ નજીક બાલાજી નગર સોસાયટીના પ્લોટ નં. 185માં આર્શીવાદ ક્લિનીકમાં દરોડા પાડયા હતા. જયાંથી ડો. નિલેશ સત્યનારાયણ તિવારી (ઉ.વ. 25 રહે. 155, રણછોડનગર સોસાયટી, સી.એન.જી પંપની પાછળ, વડોદ અને મૂળ. કંદેલા ગામ, તા. સિરમોર, જિ. રીવા, મધ્યપ્રદેશ) ને ઝડપી પાડી દવા, ઇન્જેક્શન વિગેરે મળી કુલ રૂા. 14,429નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. ઉલ્લેખનીય છે કે નિલેશ અને તેનો મિત્ર હિમાશુંશેખર ગૌરીશંકર પંડા (રહે. 603, આર્વીભાવ સોસાયટી વિભાગ-1, બમરોલી રોડ) બંનેએ ડોક્ટરનો અભ્યાસ કર્યો ન હોવા છતા ડોક્ટર તરીકે પ્રેકટીસ કરી લોકોના જીવન સાથે ચેડા કરતા હતા.
બે પૈકી નિલેશે કલક્તા ખાતે બી.એ.એમ.એસની બોગસ ડિગ્રી બનાવી હતી અને અમદાવાદના ડો. વૈભવી નાનજીભાઇ કણજારીયાના રજીસ્ટ્રેશન નં. જીબી-આઇ-22600ના પર પોતાનું નામ, સરનામું અને ફોટો લગાવી બોગસ રજીસ્ટ્રેશન સર્ટી બનાવ્યું હતું અને તેની મદદથી ક્લિનીક શરૂ કરી ડોક્ટર તરીકે પ્રેકટીસ કરતો હતો. એસઓજીએ બોગસ ડોક્ટર નિલેશ અને હિમાશું વિરૂધ્ધ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં મેડીકલ પ્રેકટીશનર્શ એક્ટ હેઠળ ગુનો નોંધાવી નિલેશનો કબ્જો સોંપ્યો હતો. પાંડેસરા પોલીસે નિલેશની ધરપકડ કરી હિમાશુંશેખર પંડાની શોધખોળ હાથ ધરી છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bXNlKE
0 Response to "આર્શિવાદ ક્લિનિકમાં એસઓજીનો છાપો: સિટીના અલથાણ રોડ પર બે બોગસ ડોકટરનો પર્દાફાશઃ એક પકડાયો"
Post a Comment