જી.ડી. ગોએન્કા સ્કુલના પૂર્વ શિક્ષકનું કારસ્તાન: નર્સરી શરૂ કરવા મિત્રતામાં વેસુનો બંગલો અને પ્લોટ લઇ શિક્ષકે પચાવી પાડયો

જી.ડી. ગોએન્કા સ્કુલના પૂર્વ શિક્ષકનું કારસ્તાન: નર્સરી શરૂ કરવા મિત્રતામાં વેસુનો બંગલો અને પ્લોટ લઇ શિક્ષકે પચાવી પાડયો


સુરત તા. 21 જાન્યુઆરી 2021 ગુરૂવાર
ઉધનાના જમીન દલાલ પાસેથી મિત્રતામાં નર્સરી શરૂ કરવા માટે વેસુ વિસ્તારમાં બંગલો અને તેની બાજુનો ખુલ્લો પ્લોટ લઇ બોગસ ડોક્યુમેન્ટ્સના આધારે કોર્ટમાં દાવો કરી પચાવી પાડવા ઉપરાંત ધાક-ધમકી આપનાર વેસુની જી.ડી. ગોએન્કા સ્કુલના પૂર્વ શિક્ષક વિરૂધ્ધ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ઉધના ગામ સ્થિત કમલ બંગલોમા રહેતા જમીન દલાલ વિલાશ કિશોર ભજીયાવાલા (ઉ.વ. 44) અને તેના મોટા ભાઇ જીગ્નેશ ભજીયાવાલાના સંતાન વેસુની જી.ડી. ગોએન્કા સ્કુલમાં અભ્યાસ કરતા હતા તે દરમિયાન પેરેન્ટસ મિટીંગમાં સ્કુલના શિક્ષક ગૌતમ સીયારામ દુબે (રહે. 402, શ્યામ વિહાર એપાર્ટમેન્ટ, સોમેશ્વર ચાર રસ્તા, વેસુ) સાથે પરિચય થયો હતો. ગૌતમે વર્ષ 2019માં સ્કુલમાંથી નોકરી છોડી દીધા બાદ પોતે તકલીફમાં છે એમ કહી નર્સરી શરૂ કરવા વેસુના પ્રતિક રો હાઉસમાં વિલાસની માલિકીનો બંગલા નં. 10 અને તેની બાજુમાં વેસુના ફાઇનલ પ્લોટ 37 વાળો 1060 ચો. મીટરનો પ્લોટની માંગણી કરી હતી. જેથી વિલાસે ભાડા કરાર કે વેચાણ અંગેનો કોઇ પણ વ્યવહાર કર્યા વિના મિત્રતામાં બંગલો અને પ્લોટ આપ્યા હતા.


પરંતુ ત્યાર બાદ ગૌતમે બંને મિલકત ખાલી કરી ન હતી અને બોગસ ડોક્યુમેન્ટ્સના આધારે કોર્ટમાં દાવો કર્યો હતો. જેના પગલે કોર્ટ કમિશન થયું હતું પરંતુ તેમાં ગૌતમના દાવા વિરૂધ્ધ કમિશને નોંધી કરી હતી. બીજી તરફ ગૌતમે કોર્ટમાં જે દાવા કર્યા હતા તેમાં બંને મિલકત ખરીદી હોવાનું અને બાના પેટે રૂા. 5 લાખ ત્યાર બાદ રૂા. 31 લાખ અને રૂા. 21 લાખ ચુકવ્યા હોવાનો તથા બંને મિલકતમાં પોતે રૂા. 65 લાખ રિનોવેશનમાં ખર્ચ કર્યાનું જણાવ્યું હતું. પરંતુ તે અંગેના એક પણ પુરાવા ન રજુ કરી શક્યો ન હતો.

પીપળાના ઝાડને પગલે લાગવાના બહાને જબરજસ્તીથી પ્લોટમાં પ્રવેશ કરી, જાતે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો
ગત તા. 22 ઓક્ટોબરના રોજ પીપળાના ઝાડને પગે લાગવાના બહાને વોચમેનના ઇન્કાર બાદ પણ જબરજસ્તી પ્લોટમાં પ્રવેશ કર્યો હતો અને પોલીસ કંટ્રોલ રૂમમાં જાતે જ ફોન કર્યો હતો. જેથી ઉમરા પોલીસ વોચમેનને ઉંચકી ગઇ હતી પરંતુ જમીન દલાલના વકીલે પોલીસ સમક્ષ વાસ્તિવક્તા રજુ કરતા વોચમેનને છોડી મુકવામાં આવ્યો હતો. પરંતુ ત્યાર બાદ પણ ગૌતમ વારંવાર ધાક-ધમકી આપવા કોર્ટમાં બોગસ પુરાવા રજુ કરી મિલકત પચાવી પાડવાનો પ્રયાસ કરતા છેવટે જમીન દલાલે ગૌતમ દુબે વિરૂધ્ધ ઠગાઇ અને ધાક-ધમકી આપ્યાની ફરીયાદ નોંધાવી હતી.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3c03qPP

0 Response to "જી.ડી. ગોએન્કા સ્કુલના પૂર્વ શિક્ષકનું કારસ્તાન: નર્સરી શરૂ કરવા મિત્રતામાં વેસુનો બંગલો અને પ્લોટ લઇ શિક્ષકે પચાવી પાડયો"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel