ઉત્તર ગુજરાતમાં તાપમાનમાં વધારો નોંધાતા ગરમી અનુભવાઈ

ઉત્તર ગુજરાતમાં તાપમાનમાં વધારો નોંધાતા ગરમી અનુભવાઈ

ડીસા, તા.17 જાન્યુઆરી 2021, રવિવાર

ઉત્તર ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં તિવ્ર ઠંડીનો ચમકારો લોકો અનુભવી રહ્યો હતો. જો કે, છેલ્લા બે દિવસથી સતત લઘુત્તમ તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. જેને લીધે હાલતમાં ઠંડીમાં ઘટાડો નોંધાતા લોકોને રાહતનો અનુભવ થઇ રહ્યો છે.

હવામાન વિભાગ માટે કામ કરતી એક્યુ વેધરના જણાવ્યાનુંસાર ડીસામાં ૧૪.૪ ડીગ્રી, પાલનપુરમાં ૧૪.૦ ડીગ્રી, વાવમાં ૧૨.૦ ડીગ્રી, થરાદમાં ૧૨.૦ ડીગ્રી, ભાભરમાં ૧૭.૦ ડીગ્રી, અમીરગઢમાં ૧૪.૦ ડીગ્રી, અંબાજીમાં ૧૪.૦ ડીગ્રી, આબુરોડ ૧૪.૦ ડીગ્રી, ઇડરમાં ૧૫.૦ ડીગ્રી, મહેસાણામાં ૧૪.૦ ડીગ્રી, ઉંઝામાં ૧૪.૦ ડીગ્રી, સિધ્ધપુરમાં ૧૪.૦ ડીગ્રી, પાટણમાં ૧૩.૦ ડીગ્રી, મોડાસામાં ૧૬.૦ ડીગ્રી, હિંમતનગરમાં ૧૫.૦ ડીગ્રી, ખેડબ્રહ્મામાં ૧૫.૦ ડીગ્રી લઘુત્તમ તાપમાન નોંધાવા પામ્યું હતું.

ઉત્તર ભારતમાં થયેલ હિમવર્ષાને લઇ તેની સીધી અસર હવે ગુજરાતમાં જોવા મળી હતી. ગુજરાતના વિવિધ વિસ્તારોમાં તાપમાનનો પારો નીચે પહોંચી જતાં જનજીવન ખોરવાઇ ગયું હતું. જ્યારે ઉત્તર ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં પણ તેની સીધી અસર જોવા મળી હતી. જયારે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેને લઇ કાતીલ ઠંડીથી લોકોને રાહત અનુભવ થઇ રહ્યો છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2XRGGJz

0 Response to "ઉત્તર ગુજરાતમાં તાપમાનમાં વધારો નોંધાતા ગરમી અનુભવાઈ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel