
નાનારણમાં જંગલખાતાના કર્મીને જાનથી મારી નાંખવાની ધમકી
રાધનપુર તા.13 જાન્યુઆરી 2021, બુધવાર
સાંતલપુર તાલુકાને અડીને આવેલ કચ્છના નાના રણમાં અગરીયાઓની આડમાં માથાભારે તત્વો દ્વારા ગેરકાયદે જમીન પર કબજો કરવામાં આવી રહ્યો છે . અભ્યારણ્યમાં કબજો કરી ગેરકાયદે બનાવેલ મીઠાના બોર ઉપર જંગલખાતા દ્વારા કાર્યવાહી કરવામાં આવતા માથાભારે ઈસમે જંગલખાતાના કર્મીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
કચ્છના નાના રણમાં પરંપરાગત મીઠું પકવતા અગરીયા પરીવારોની આડમાં વિસ્તારના માથાભારે તત્વો દ્વારા રણમાં જમીનો પર કબજો કરવામાં આવી રહ્યો છે . અભ્યારણ્ય તરીકે જાહેર થયેલ રણમાં પરંપરાગત મીઠું પકવતા અગરીયાઓની સંખ્યા જંગલખાતા પાસે છે તેના થી ત્રક ગણી સંખ્યામાં અગરીયાના કાર્ડ શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ઈશ્યું કરવામાં આવેલા છે . અને જંગલ ખાતા દ્વારા રણમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને રણમાં મીઠાના બોર બનાવી ગેર કાયદેસર કબજો કરતા લોકો સામે કાર્યવાહી શરુ કરવામાં આવી હતી . કચ્છના નાના રણમાં તપાસ કરતા જંગલખાતાના અધિકારીઓને મીઠાનો બોર ગેરકાયદેસર જણાતા બોરની મોટર અને પ્લેટો કબજે કરી હતી . રણમાં પરવાનગી વગર કબજો કરતા ઈસમના બોર ઉપર જંગલખાતાની ટીમે કાર્યવાહી કરતા માથાભારે ઈસમ સુલતાન સકીમહંમદ રાજા રહે . રાજુસરા વાળા એ જંગલખાતામાં ચોકીદાર તરીકે ફરજ બજાવતા સાંતલપુર તાલુકાના વૌવા ગામના અમરસીંહભાઈ લાલાભાઈને ફોન કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2KbjmmU
0 Response to "નાનારણમાં જંગલખાતાના કર્મીને જાનથી મારી નાંખવાની ધમકી"
Post a Comment