બનાસકાંઠાના નડાબેટમાં આવેલા વિદેશી પક્ષીઓની ખાસ તપાસ

બનાસકાંઠાના નડાબેટમાં આવેલા વિદેશી પક્ષીઓની ખાસ તપાસ

પાલનપુર તા.08 જાન્યુઆરી 2021, શુક્રવાર

રાજ્યભરમાં બ્લડ ફલૂની દહેશત વચ્ચે પશુપાલક વિભાગ દ્રારા બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારો માં આવેલ વિદેશી પક્ષીઓનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે .મધ્ય એશિયાનાં દેશોમાં કાતિલ ઠંડી અને હિમ વર્ષા પડવાને લઈ બનાસકાંઠા ના નડાબેટ ખાતે આવેલ દરિયાઈ રણમાં લાખોની સખ્યાંમાં વિદેશી પક્ષીઓએ ધામાં નાખ્યા હોઈ જેમાં પશુપાલન વિભાગ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે.

દેશમાં કોરોના વાઇરસના પ્રકોપ વચ્ચે કેટલાક રાજ્યોમાં બ્લડ ફલૂ નામના રોગે દેખા દીધી છે જેમાં બનાસકાંઠાના રણ પ્રદેશ ધરાવતા નડાબેટના દરિયાઈ રણમાં હાલ ઠંડીને લઈ લાખોની સંખ્યામાં મધ્ય એશિયાના દેશો માંથી વિદેશી પક્ષીઓ આવ્યા છે ત્યારે વિદેશી પક્ષીઓ ને લઈ જિલ્લામાં બ્લડ ફલૂ ન ફેલાય તે માટે પશુપાલન વિભાગ સર્વે હાથ ધરવામાં આવ્યો છે જેમાં અમદાવાદ વિભાગીય સયુંકત પશુપાલન નિયામક કે.જી.બ્રહ્મક્ષત્રિય,બનાસકાંઠા પશુપાલન અધિકારી પી.કે પમિી સહિત પશુપાલન વિભાગના અધિકારીઓ દ્રારા નડાબેટ ઝીરો પોઇન્ટ પર આવેલ દરિયાઈ રણમાં મધ્ય એશિયાના દેશોમાંથી કાતિલ ઠંડીને લઈ લાખોની સંખ્યામાં આવેલ સાયબેરીન,પેલીકેન,ક્રેન તેમજ સ્વદેશી ટીટોડી સહીતના પક્ષીઓનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો .

જિલ્લામાં ધરણોધર,અંબાજી અને વાવ કે જ્યાં વિદેશી પક્ષીઓ આવ્યા છે ત્યાં પણ પશુ પાલન વિભાગ ની ટિમ દ્રારા મુલાકાત લેવામાં આવી હતી જેમાં અહીં આવેલ પક્ષીઓમાં કોઈ પ્રકારનો રોગ જોવા મળ્યો નથી અને  મરણ પામેલ પક્ષીઓ પણ મળ્યા ન હોવાનું પશુ પાલન વિભાગે જણાવ્યું હતું .જ્યારે જિલ્લામાં જુદાજુદા સ્થળે આવેલ મુરધા ફાર્મ પર થી ૧૧૭ સીરમ અને ૫૦ કવોલેકલ મળી ને કુલ ૧૬૭ સેમ્પલ લેવામાં આવ્યા હોવાનું જિલ્લા પશુપાલન અધિકારી મિીએ જણાવ્યું હતુ.

મધ્ય એશિયામાં હિમ વર્ષા પડવાથી વિદેશી પક્ષી બનાસકાંઠાના મહેમાન 

શિયાળાની મોસમ ને લઈ મધ્ય એશિયાના દેશોમાં ભારે હિમ વર્ષા પડતા સાયબેરીન, પેલીકેન અને ક્રેન નામના વિદેશીપક્ષીઓ લાખોની સંખ્યામાં નડાબેટ દરિયાઈ રણમાં મહેમાન બન્યા છે જેમની સાથે મોટી સંખ્યામાં સ્વદેશી પક્ષી ટીટોડી પણ જોવા મળે છે.

જુદા જુદા પોલ્ટ્રીફાર્મમાંથી 167 સેમ્પલ લેવાયા

બનાસકાંઠા જિલ્લા પશુપાલન અધિકારી ડો.પી.કે.મિીએ જણાવ્યું હતું કે રાજ્ય માં બ્લડ ફલૂ ની દહેશત વચ્ચે બનાસકાંઠા જિલ્લાના વિવિધ મરઘા ફાર્મ પર થી ૧૧૭ સીરમ અને ૫૦ કવોકેલક મળી ને કુલ ૧૬૭ સેમ્પલ લેવામાં આવ્યા છે.

જિલ્લામાં બ્લડ ફલૂ થી એક પણ પક્ષીનું મોત થયું નથી

બનાસકાંઠા ની મુલાકાતે આવેલ અમદાવાદ વિભાગીય સયુંકત પશુપાલન નિયામક કે.જી.બ્રહ્મક્ષત્રિયે જણાવ્યુ હતુ કે અમે નડાબેટ,ધરનોધર,વાવ અને અંબાજી માં આવેલ વિદેશી પક્ષીઓનો સર્વે કર્યો હતો જેમાં પક્ષીઓ માં બ્લડ ફલૂ જોવા મળ્યો નથી તેમજ જિલ્લા માં બ્લડ ફલૂ થી અત્યાર સુધી માં કોઈ પક્ષીનું મોત નીપજ્યું નથી.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38qyDcJ

0 Response to "બનાસકાંઠાના નડાબેટમાં આવેલા વિદેશી પક્ષીઓની ખાસ તપાસ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel