મહેસાણા જિલ્લામાં પડતર માંગણીઓ ઉકેલવા વીજ કર્મચારીઓ દ્વારા સૂત્રોચ્ચાર

મહેસાણા જિલ્લામાં પડતર માંગણીઓ ઉકેલવા વીજ કર્મચારીઓ દ્વારા સૂત્રોચ્ચાર

મહેસાણા,તા.16 જાન્યુઆરી 2021, શનિવાર

વીજ કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નોને લઈ ગુજરાત ઊર્જા સંયુક્ત સંકલન સમિતિ દ્વારા હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે અને વિવિધ કાર્યક્રમો નક્કી કરાયા છે. જે અંતર્ગત શનિવારે મહેસાણા સ્થિત યુજીવીસીએલ કચેરી બહાર તેમજ તાલુકા મથકોએ આવેલી યુજીવીસીએલની કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા બેનર સાથે સૂત્રચોચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. 

ગુજરાત ઊર્જા સંયુક્ત સંકલન સમિતિ દ્વારા સાતમા પગાર પંચમાં વીજ કર્મીઓની થયેલ અન્યાય બાબતે ભારે રજૂઆતો કરવા છતાં કોઈ હકારાત્મક નિર્ણય નહી આવતા ૧૧ જાન્યુઆરીથી ૨૧ જાન્યુઆરી સુધી વિવિધ કાર્યક્રમો નક્કી કરી હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. આ હડતાળમાં મહેસાણા યુજીવીસીએલના વિવિધ સંગઠનના કર્મચારીઓ પણ જોડાયા છે. વિજાપુર, વિસનગર, મહેસાણા, કડી, ઊંઝા, ખેરાલુ સહિત યુજીવીસીએલની કચેરી બહાર  ૧૬ જાન્યુઆરીએ બપોરે યુજીવીસીએલ કચેરી બહાર કર્મચારીઓએ પોતાના પ્રશ્નોને લઈ બેનર ોસાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. જ્યારે ૧૭થી ૨૦ જાન્યુઆરી સુધી કાળી પટ્ટી ધારણ કરી કર્મચારીઓ ફરજ બજાવશે તો ૨૧ જાન્યુઆરીએ ગાંધીનગર ખાતે ધરણા અને રેલીનો કાર્યક્રમ કરવામાં આવશે. આજના કાર્યક્રમમાં અખીલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ મહેસાણાના અનિલ પરમાર સહિત અન્ય સંગઠનો અને વીજકર્મી જોડાયા હતા.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3oVvhEK

0 Response to "મહેસાણા જિલ્લામાં પડતર માંગણીઓ ઉકેલવા વીજ કર્મચારીઓ દ્વારા સૂત્રોચ્ચાર"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel