હેરિટેજ સાઈટ, સ્થાનિક કલા-સંસ્કૃતિ પર ફોકસ કરી પ્રવાસીઓને આકર્ષશે

હેરિટેજ સાઈટ, સ્થાનિક કલા-સંસ્કૃતિ પર ફોકસ કરી પ્રવાસીઓને આકર્ષશે


(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 12 જાન્યુઆરી, 2020, મંગળવાર

ગુજરાત સરકારે આજે જાહેર કરેલી નવી પ્રવાસન નીતિમાં રાજ્યનીક લા, સંસ્કૃતિ સાથે હસ્તકળા કારીગરીની ચીજવસ્તુઓનું દેશવિદેશના પ્રવાસીઓ સમક્ષ પ્રમોશન કરવાનો તથા ગુજરાતની હેરીટેજ સાઈટ્સને પ્રમોટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વિશ્વભરમાંથી ગુજરાતમાં આવતા પ્રવાસીઓને શ્રેષ્ઠ સુવિધા પૂરી પાડીને ઉત્તમ અનુભવ કરાવીને પ્રવાસન ઉદ્યોગને વેગ આપવાનું આયોજન કરીને 2021થી 2025ના સમયગાળા માટે નવી પ્રવાસન નીતિની આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરીને પ્રસ્તુત નિર્ણય લીધો છે. 

સ્ટેચ્યુ ઑફ યુનિટી, ગિર ફોરેસ્ટ યુનેસ્કો પ્રમાણિત ભારતનું સૌથી પહેલું હેરિટેજ સિટીમાં દેશદેશાવરના પ્રવાસીઓને આકર્ષવાનું આયોજન કરવામાં આવ્યું છે. સાબરમતી રિવર ફ્રન્ટથી લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની સી પ્લેન સેવા, વિશ્વના સૌથી મોટા ક્રિકેટ મેદાન સરદાર પટેલ ગુજરાત સ્ટેડિયમને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તદુપરાંત ભારતનો સૌ પ્રથમ બ્લ્યુ ફ્લેગ સર્ટિફિકેશન બીચ-શિવરાજ પુર બીચનેના સીમાદર્શનને પણ આકર્ષણનું કેન્દ્ર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

આ સાથે જ સોમનાથ, દ્વારકા, અંબાજી, જેવા યાત્રાધામો સહિતના તમામ પ્રવાસન ધામો સુધી પ્રવાસીઓને ખેંચી લેવવાનું આયોજન કરવામાં આવ્યું હોવાની નવીપોલીસીમાં જાહેરાત કરવામાં આવી છે. 

મુખ્યમંત્રીે જણાવ્યું હતું કે હેરિટેજ સ્થાનોમાં રાજા રજવાડાંના આવાસો, મહેલો, ઝરૂખાઓને પ્રવાસ સ્થળ તરીકે વિકસાવવામાં આવશે. આ માટે થોડા સમય પહેરા હેરિટેજ ટુરિઝમ પોલીસી પણ આપણે થોડા સમય પહેલા જાહેર કરી હતી. છેલ્લા નવ વર્ષમાં સરેરાશ 15 ટકાના દરે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

નવી પોલીસીમાં મેડિકલ-વેલનેસ ટુરિઝમ, એડવેન્ચર એન્ડ વાઈલ્ડ લાઈફ ટુરિઝમ, કોસ્ટલ એન્ડ ક્રૂઝ ટુરિઝમ, રિલિજિયલ એન્ડ સ્પિરિચ્યુઅલ ટુરિઝમનો સમાવેશ કરવાના નિર્ણય લેવામાં આવ્યો છે. સ્થાનિક કલા-સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા ઉપરાંત હેન્ડલૂમ અને હેન્ડિક્રાફ્ટના વેચાણમાં પણ વધારો થાય તે માટેના પ્રયાસો કરવામાં આવશે. દેશ વિદેશના પ્રવાસીઓને આરામદારાય સગવાડો અન સેવાઓ આપવા માટે હોટલ, કન્વન્શન સેન્ટર્સ, વૅ સાઈડ એમિનિટીઝ પૂરી પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ઇ-વેહિકલની ખરીદી પર 15 ટકા સબસિડી

ઇ-વેહિકલની ખરીદી કરનારાઓને 15 ટકાની કેપિટલ સબસિડી આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. આ માટે મહત્તમ રૂા. 2 લાખની સબસિડી અપાશે. પબ્લિક માટે ઇ-વેહિકલ ચાર્જિંગ સ્ટેસન્સનું નિર્માણ કરવા માટે 25 ટકાની કેપિટલ સબસિડી આપવાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતની દેશી સંસ્કૃતિ, નૃત્ય, હ ેન્ડલૂમ્સ, હસ્તકળાને પ્રવાસીઓ સમક્ષ પ્રદર્શિત કરવામાં આવશે. આ માટે ગ્રામીણ મેળાઓ યોજનારાઓને રૂા. 5 લાખ સુધીની સહાય  અપાશે.

ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેશન મેળવવા ચૂકવેલી ફીના 50 ટકા નાણાં પરત કરવામાં આવશે. ટુર ઓપરેટર્સ માટે ઇન્ટરનેશનલ સર્ટિફિકેશન મેળવવા માટે ચૂકવેલી ફીના 50 ટકા નાણાં પરત આપવાની જોગવાઈ પણ નવી પોલીસીમાં કરવામાં આવી છે. પંદર ટકા કેપિટલ સબસિડી અને લીઝ પર જમીન આપીને કન્વેન્શન સેન્ટરની સ્થાપના માટે સહાય આપવામાં આવશે. 

હોટેલ-રિસોર્ટ્સને ટુરિસ્ટ ગાઈડ નિયુક્ત કરવા માટે માસિક રૂા.4,000ની સહાય

હોટેલ અને રિઝોર્ટ્સ તથા ટુર ઓપરેટર્સ ટુરિસ્ટ કાઈન્ડસને નિયુક્ત કરવામાં સહયોગ આપસે તો તેમને દર મહિને વ્યક્તિદીઠ મહત્તમ રૂા. 4000ની નાણાંકીય સહાય છ માસના સમયગાળા માટે રાજ્ય સરકાર તરફથી આપવાની જાહેરાત પ્રવાસન મંત્રી જવાહર ચાવડાએ કરી હતી.  વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં વધારો કરવા માટે ઇ-વાઉચર્સ આપવામાં આવશે.

ગુજરાત ટુરિઝમ કાર્ડના માધ્યમથી ખરીદી કરવા પર મહત્તમ રૂા. 20,000 સુધીનું ડિસ્કાઉન્ટ ઑફર કરવામાં આવશે. કમિશનર ઑફ ટુરિઝમ હેઠળ રજિસ્ટર થયેલી હોટેલમાં રોકાણ કરનારાઓને ડિસ્કાઉન્ટ પણ આપવાનું નવી પોલીસીમાં નક્કી કરવામાં આવ્યું છે. રિવર ક્રૂઝ ટુરિઝમ માટે મહત્તમ રૂા. 25 લાખની મર્યાદામાં 15 ટકાની સબસિડી આપવામાં આવશે. હાઈ પ્રાયોરિટી ટુરિઝમ માટે 20ટકા કેપિટલ સબસિડી આપવામાં આવશે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ifutbe

0 Response to "હેરિટેજ સાઈટ, સ્થાનિક કલા-સંસ્કૃતિ પર ફોકસ કરી પ્રવાસીઓને આકર્ષશે"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel