દીયોદરના ફોરણામાં પતિને અંધારા રાખી પત્નીએ છૂટાછેડા લેતા ફરિયાદ

દીયોદરના ફોરણામાં પતિને અંધારા રાખી પત્નીએ છૂટાછેડા લેતા ફરિયાદ

પાલનપુર તા.23 જાન્યુઆરી 2021, શનિવાર

દિયોદર તાલુકાના ફોરણા ગામની એક પરણીતા તેના પતિને અંધારા રાખી તેના ડોક્યુમેન્ટ થી છૂટાછેડાનો સ્ટેમ્પ બનાવી અન્ય શખ્સ સાથે ચાલી જતા આ મામેલ પતિની જાણ બહાર છૂટાછેડાની નોટરી કરનાર એડવોકેટ,સાક્ષી,પત્ની અને તેને લઈ જનાર શખ્સ વિરુદ્ધ દિયોદર પોલીસ મથકે ગુનો દાખલ થતાં ચકચાર મચી જવા પામી છે.

દિયોદર તાલુકાના ફોરણા ગામની પરણીતાએ પતિની જાણ બહાર લીધેલા છૂટાછેડા બનાવની વિગત જોઈએ તો ફોરણા ગામના ૨૭ વર્ષીય યુવક વિક્રમભાઇ રમાભાઈ ચૌધરીના લગ્ન ત્રણેક વર્ષ અગાઉ સમાજના રીત રીવાજ મુજબ કાંકરેજના ખોડા ગામના કાળાભાઇ કાનજીભાઈ ચૌધરીની દીકરી મોઘીબેન  સાથે થયા હતા જે બાદમાં મોંઘીબેન ગત,તા. ૨૧-૧૨-૨૦૨૦ના પોતાના પિયરે ગઇ હતી. દરમ્યાન વિક્રમભાઈ ચૌધરી તા. ૨૨-૧૨-૨૦૨૦ના રોજ દિયોદર પોતાની પત્નિને મળતા તું ક્યારે ઘરે આવે છે તેવુ પુછતા મોંઘીબેને તેના પતિને કહેલ કે આપણા છુટ્ટાછેડાં થઇ ગયેલાં છે અને હવે હુ તમારા ઘરે ક્યારેય આવવાની નથી તેમજ મારા લગ્ન દિયોદર તાલુકાના છાપરા ગામના ભરતભાઇ મેધાભાઈ ચૌધરી સાથે થયા છે .જોકે પત્નીના આ કડવા વેણથી પતિ વિક્રમભાઇ અચંબામાં મુકાઈ ગયા હતા .અને તેમની જાણ બહાર થયેલા છૂટાછેડા ની તપાસ કરતાં તેમની પત્નિને તેમની ગેરહાજરીમાં તેમના ડોક્યુમેન્ટ મેળવી તેમની ગેરહાજરીમાં થરા ખાતે સ્ટેમ્પ પર છૂટાછેડાનો લેખ નોટરી કરાવી હોવાનું માલુમ પડતા તેમને તેમની પત્ની,નોટરી, સાક્ષી અને પત્નીને લઈ જનાર વિરુદ્ધ દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધવતા પીએસઆઇ એસ.જે.પરમારે બનાવ ની તપાસ હાથ ધરી છે.

કોની કોની સામે ફરીયાદ નોંધાઈ

મોઘીબેન કાળાભાઇ કાનજીભાઇ ચૌધરી (પત્ની) રહે.ખોડા, તા.કાંકરેજ

ભરતભાઇ મેઘાભાઇ ચૌધરી (પત્નીને લઈ જનાર) રહે.છાપરા, તા.દિયોદર,

આર.કે.બારોટ, એડવોકેટ થરા રહે.રૂણી, તા.કાંકરેજ, 

પ્રતાપભાઇ બી.ઠાકોર (સાક્ષી) રહે.ધેનકવડી તા.ભાભર



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3odNSuv

0 Response to "દીયોદરના ફોરણામાં પતિને અંધારા રાખી પત્નીએ છૂટાછેડા લેતા ફરિયાદ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel