
વડગામ પંથકમાં ભેદી રોગથી ત્રણ દુધાળા પશુઓના મોત
પાલનપુર,તા.15 જાન્યુઆરી 2021, શુક્રવાર
બનાસકાંઠા જિલ્લામાં બર્ડ ફલૂ ની દહેશત વચ્ચે દુધાળા પશુઓમા ભેદી રોગચાળો જોવા મળ્યો છે જેમાં પશુ બેસી ગયા બાદ ઉભા જ નથી થતા નથી અને મોત ને ભેટ છે જેમાં વડગામ પંથકના સેમોદ્ર તેમજ બસુ ગામમા ત્રણ પશુઓ આ ભેદી રોગ ના કારણે મોત ને ભેટતા પશુપાલન વિભાગ દ્રારા પશુઓમાં દેખાયેલ આ ભેદી રોગ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.
દેશના વિવિધ વિસ્તારમાં બર્ડ ફલૂના કેસો નોંધાઈ રહ્યાં છે જે વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં પણ કેટલીક જગ્યાએ પક્ષીઓ તેમજ ઘેટા ના શંકાસ્પદ મોત નિપજ્યા હતા જેને લઈ લોકોમાં બર્ડ ફલૂ ની દહેશત વર્તાઈ રહી છે જે વચ્ચે વડગામ નજીક આવેલ પાલનપુર તાલુકાના સેમોદ્રા ગામેં પ્રેમજીભાઈ પટેલની ગાય તેંમજ બસુ ગામે એક પશુ પાલકના બે પશુનું ભેદી મોત નીપજતા આ પશુપાલકોના માથે આભ તૂટી પડયું છે જોકે ખેડૂતોના જણાવ્યા અનુસાર તેમના પશુઓ બેસી ગયા બાદ ઊભા જ ન થઈ શક્યા બાદમાં આ પશુઓના મોત નિપજ્યા હતા જોકે બનાવ અંગે પશુપાલક વિભાગ ને જાણ કરવામાં આવતા પશુપાલન વિભાગના વેટનરી ડોક્ટરની ટીમ ઘટના સ્થળ પર જઈ મૃત પશુઓ ની તપાસ હાથ ધરી હતી તો બીજી બાજુ પશુના આકસ્મિક મોત થી પશુપાલકો ની આજીવિકા છીનવાઇ છે ત્યારે સરકાર દ્વારા તેમને આથક સહાય ચૂકવવા મા આવે તેવી માંગ કરાઈ રહી છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2XLfJaA
0 Response to "વડગામ પંથકમાં ભેદી રોગથી ત્રણ દુધાળા પશુઓના મોત"
Post a Comment