
ટ્રાફિક શાખાના મહિલા પીએસઆઈને કચડવાનો પ્રયાસ કરી કારચાલક ફરાર
મહેસાણા,તા.09 જાન્યુઆરી 2021, શનિવાર
મહેસાણા શહેરના ગોપીનાળા નજીક કાળા કાચવાળી એક કારને રોકવા આગળ ઉભા રહેલા ટ્રાફીક શાખાના પીએસઆઈને કચડવાનો પ્રયાસ કર્યા બાદ કારચાલક ત્યાંથી નાસી છૂટયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેના આધારે પોલીસે કારચાલકને ઝડપી લઈ તેને દંડ ફટકાર્યો હતો.
મહેસાણા ટ્રાફીક શાખામાં ફરજ બજાવતા મહિલા પીએસઆઈ વી.પી.સોલંકી શહેરના ગોપીનાળા નજીક ટ્રાફીકની કામગીરીમાં હતા તે વખતે અહીંથી સફેદ કલરની કાળા કાચવાળી એક કાર પસાર થતાં તેમણે તેને થોભાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ કારચાલકે તેને અવગણી ધીરેધીરે પોતાની કાર ગોપીનાળા તરફ જવા દેતાં મહિલા પીએસઆઈએ કાર આગળ ઉભા થઈ ગયા હતા. તેમજ અન્ય પોલીસ કર્મીઓએ પણ રોકવાની કોશીષ કરી હતી. તેમછતાં યેનકેન પ્રકારે ડ્રાયવરે પોતાની કારને અહીંથી દોડાવી મુકી નાસી છૂટયો હતો. આ ચોંકાવનારી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જેના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ કારચાલકને ઝડપી લીધો હતો અને દંડ ફટકારવા સહિતની કાર્યવાહી આરંભી હતી.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38qVhSu
0 Response to "ટ્રાફિક શાખાના મહિલા પીએસઆઈને કચડવાનો પ્રયાસ કરી કારચાલક ફરાર"
Post a Comment