
પાલનપુર: વિધર્મી પરણીત યુવકે ખોટા દસ્તાવેજ બનાવી યુવતી સાથે લગ્ન કર્યા
પાલનપુર,તા.16 જાન્યુઆરી 2021, શનિવાર
પાલનપુરના ચકચારી લવ જેહાદ પ્રકરણમાં પ્રેમી યુગલે પોલીસ સમક્ષ રજુ કરેલ લગ્ન નોધણીને લઈ યુવતીના પિતાએ વિધર્મી પરણીત યુવક વિરુદ્ધ ખોટા દસ્તાવેજ અને નામ બદલીને લગ્ન કરવા મામલે આબુરોડ માં લગ્ન નોધણી કરનાર અધિકારી તેમજ લગ્ન નોંધણીમાં સહી ઓ કરનારા સહિત પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ પાલનપુર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે બનાવ ની ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે.
પાલનપુર તાલુકાના ધાણધા ગામનો એક પરણીત મુસ્લિમ યુવક પાલનપુરની હિન્દૂ યુવતીને ભગાડી જતાં બનાસકાંઠા હિન્દૂ સમાજમાં ધેરા પ્રત્યાઘાત પડયા હતા અને હિન્દૂ સંગઠનો દ્રારા લવ જેહાદમાં ફસાયેલ યુવતીને પરત કરવાની માંગ સાથે કલેક્ટર તેમજ પોલીસ વડાને આવેદનપત્ર પાઠવ્યા હતા જે બાદ પાલનપુરથી ભાગી છૂટેલા પ્રેમી યુગલ એકાએક પાલનપુર પોલીસ સમક્ષ હાજર થયું હતું અને તેમને આબુરોડમાં લગ્ન કરી લીધા હોવાની લગ્નનોંધણી રજૂ કરી હતી જેમાં ખોટા દસ્તાવેજ થી લગ્ન નોધણી અંગે ની પોલીસ ફરિયાદ દાખલ થઈ છે જોકે પાલનપુરની હિન્દૂ યુવતી સાથે આબુરોડ ના ભેસાસિંહમાં લગ્ન કરનાર પાલનપુર તાલુકાના ધાણધા ગામના નિશારખાન જીતુખાન ધાસુરાએ આ લગ્ન નોધણીમાં લગ્ન કરાવનાર જે બ્રાહ્મણનું નામ લખ્યું છે તે બ્રાહ્મણ હાજર ન હોવા છતાં તેનું નામ દર્શાવી ખોટા દસ્તાવેજ બનાવી કાયદા થી વિપરિત મુસ્લિમ ધર્મનું નામ નિશાંત દર્શાવીને તમામ દસ્તાવેજ પર પાલનપુર ના પોલીસ હેડ ક્વાર્ટર ખાતે રહેતા મિતેશ કુમાર ભીખાભાઇ પરમાર અને પાલનપુર સુખબાગ રોડ જામપુરા મસ્જિદ માસે રહેતા ઈમ્તિયાઝ આદમ ભાઈ મુસલમાન ની સહી કરાવી ગુનાહિત કાવતરું રચીને ગુનો કરાવ્યો હોવાની યુવતી ના પિતાએ પાલનપુર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધવતા પોલીસે સમગ્ર બનાવની તપાસ શરૃ કરી છે.
યુવતી વાતોમાં આવી ઘરેથી 82 હજાર લઈને જતી રહી
પાલનપુર પૂર્વ પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદમાં યુવતીના પિતાના જણાવ્યા અનુસાર તેમની યુવતી ધાણધાના પરણીત મુસ્લિમ યુવક નિશારખાન જીતુખાન ધાસુરા ની વાતોમાં આવી જઇ ગત.તા.૪ જાન્યુઆરી ના સવારે ૧૦-૩૦ ના સમયે ઘરે થી ૮૨ હજાર રૃપિયા લઈ ને જતી રહી છે
કોની કોની સામે છેતરપીંડીનો ગુનો નોંધાયો
નિશારખાન જીતુખાન ધાસુરા રહે. ધાણધા તા.પાલનપુર, (યુવતી) રહે.ડેરી રોડ પાલનપુર, મિતેશકુમાર ભીખાભાઇ પરમાર રહે.પોલીસ હેડ ક્વાર્ટર પાલનપુર, ઈમ્તિયાઝાભાઈ આદમભાઈ મુસલમાન રહે.સુખબાગ રોડ જામપુરા મસ્જિદ પાસે પાલનપુર, લાલસિંહ ચૌધરી લગ્ન નોધણી કરનાર અધિકારી, મુ ભેસાસિંહ તા.આબુરોડ
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3imwpyD
0 Response to "પાલનપુર: વિધર્મી પરણીત યુવકે ખોટા દસ્તાવેજ બનાવી યુવતી સાથે લગ્ન કર્યા"
Post a Comment