ઉત્તર ગુજરાતમાં પ્રથમ તબક્કાના કોરોના વિરોધી રસીકરણનો પ્રારંભ

ઉત્તર ગુજરાતમાં પ્રથમ તબક્કાના કોરોના વિરોધી રસીકરણનો પ્રારંભ

મહેસાણા, પાલનપુર, ભીલડી, ડીસા, છાપી, પાટણ,  રાધનપુર, તા. 16 જાન્યુઆરી 2021, શનિવાર

કોરોનાને હરાવવા માટે દેશ વ્યાપી રસીકરણના પ્રથમ દિવસે મહેસાણા જિલ્લામાં પાંચ સ્થળોએ રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જ્યારે પાટણ જિલ્લામાં પાંચ  સ્થળોએ કોરોના રસી આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.  બનાસકાંઠા જિલ્લામાં જુદાજુદા પાંચ સેન્ટરો પર કોરોના રસીકરણ અભિયાન યોજવામાં આવ્યું હતું. બે દિવસ અગાઉ ઉત્તર ગુજરાતના જિલ્લા મથકોએ ખાસ વાહનમાં કોરોના વિરોધી રસીનો જથ્થો આવી પહોંચ્યો હતો. ત્યારબાદ વહિવટી તંત્ર દ્વારા  પોતાના વિસ્તારોમાં ફ્રન્ટ લાઈન કોરોના યોધ્ધાઓને પ્રથમ ચરણમાં કોરોનાની રસી આપવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જેના ભાગરૃપે શનિવારે મહેસાણા, પાટણ અને બનાસકાંઠાના ૧૫ સ્થળોએ કોરોનાની રસી આપવાનો કાર્યક્રમ શરૃ થયો હતો. 

વૈશ્વિક મહામારી કોરોના ને દેશવટો આપવા માટે શનિવાર થી દેશભર માં કોરોના રસીકરણ અભિયાનનો શુભારંભ કરાયો છે જેના પ્રારંભે બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર ના રતનપુર વળગામના નાંદોત્રા અને ડીસાના લોરવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ વડગામના મોરીયા અને ડીસાના ભીલડી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં રાજીકીય મહાનુભવોની ઉપસ્થિતી માં કોરોના રસીકરણ અભિયાન નો પ્રારંભ કરાયો હતો જોકે પ્રથમ દિવસે રસીકરણ માટે ૩૧૫ લાભાર્થી નોંધાયા હતા પરંતુ આરોગ્ય કર્મીઓની હડતાળ ને લઈ પાંચ તબીબ સહિત ૭૮ કોરોના વોરીયર્સએ કોરોના સામે આરોગ્યનું સુરક્ષા કવચ પુરી પાડતી કોવિ શિલ્ડ રસીના ડોઝ લીધા હતા.

જોકે રસી મુકાયા બાદ લાભાર્થીઓને ૧૫ મિનિટ દેખરેખ હેઠળ રખયા હતા જેમાં કોઈ પણ લાભાર્થી ને આડ અસર થવાની ફરિયાદ ન મડળતા જિલ્લામાં પ્રથમ દિવસે કોરોના રસીકરણ સફળ રહ્યું હતું જેમાં કોરોના ની રસી લેનાર તમામ લાભાર્થીઓ ને વિશેષ ઓળખપત્ર અને ટેગ આપી તેમનું સન્માન કરાયુ હતું. જેમાં પ્રથમ દિવસે પાંચ તબીબો સહિતના ૭૮ કોરોના વોરીયર્સએ કોવિ શિલ્ડ રસી લીધી હતી જોકે આ વેક્શિનનો લાભ લેનાર આરોગ્ય કર્મચારીઓને વિશેષ ઓળખ કાર્ડ અને મેં કોરોના વેક્સિન લીધી છે તેવા લખાણ વાળો ટેગ આપવામા આવ્યા હતાં.

મહેસાણા જિલ્લામાં વડનગર મેડિકલ કોલેજ, મહેસાણા સિવિલ હોસ્પિટલ, કડી ભાગ્યોદય હોસ્પિટલ, ઊંઝા સરકારી હોસ્પિટલ અને સતલાસણા સામૂહિક આરોગ્ય કેન્દ્રો પર લાભાર્થીઓને રસી આપવામાં આવી હતી. અગાઉ જિલ્લામાં ૧૦ કેન્દ્રો તૈયાર કરવામાં આવ્યા હતા. પરંતુ આરોગ્ય કર્મચારીઓની હડતાળને કારણે શનિવારે માત્ર પાંચ કેન્દ્રો ઉપર ૫૦૦ જેટલા ફ્રન્ટલાઈન કોરોના વોરીયર્સને રસી આપવામાં આવી હતી. જેઓને  જે તે કેન્દ્ર ઉપર બનાવવામાં આવેલા ઓબ્ઝર્વેશન રૃમમાં ૩૦ મિનિટ સુધી રાખવામાં આવ્યા હતા.

જો તેઓને રીએક્શન થાય તો તાત્કાલિક સારવાર આપવાની વ્યવસ્થા કરાઈ હતી. આ પ્રકારનો એક પણ કેસ નોંધાયો ન હતો. ઉપરાંત રસી લેનાર લાભાર્થીઓને ઓળખકાર્ડ આપી બીજો ડોઝ ક્યારે લેવાનો છે તેની પણ વિગત દર્શાવવામાં આવી હતી. જોકે આ રસીકરણ દરમિયાન ભાજપના કેટલાક આગેવાનો અને કાર્યકરોને પણ કોરોનાની રસી આપવામાં આવતા ગણગણાટ સાંભળવા મળ્યો હતો. રાધનપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સૌ પ્રથમ તાલુકા હેલ્થ ઓફિસર ડો. ચેતન ઠક્કરને કોરોનાની રસી આપવામાં આવી હતી. પ્રથમ રાઉન્ડમાં ૧૦૦ જેટલા આરોગ્ય કર્મીઓને તેનો લાભ આપવામાં આવ્યો.  ભીલડી પીએચસી સેન્ટરમાં ૩૫૧ જેટલા આરોગ્ય કર્મચારીઓને કોરોના રસી આપવાનું આયોજન કરાયું છે.  વડગામ તાલુકાના નાંદોત્રા અને મોરીયામાં પણ વેક્સિનેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જ્યાં ૨૭ આરોગ્ય કર્મચારીઓને કોરોનાની રસી આપવામાં આવી હતી.

માણસામાં ૧૦૦ આરોગ્ય કર્મચારીઓને કોરોનાની રસી અપાઈ

માણસા ખાતે રસીકરણના કાર્યક્રમમાં જનરલ હોસ્પિટલના ૯૦ કર્મચારીઓ તથા ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના સભ્ય એવા માણસાના ૧૦ ખાનગી તબીબોને રસી આપવામાં આવી હતી. રસી લેવા આવનાર દરેકનું સરકારી ગાઈડલાઈન મુજબ વેઈટીંગ રૃમ વેક્સિનેશન રૃમ અને ઓબ્ઝર્વેશન રૃમમાંથી પસાર થવું પડયું હતું. આજે આપવામાં આવેલ દરેક કર્મચારીને રસી લીધા બાદ કોઈ તકલીફ જણાઈ ન હતી.

પાટણમાં આરોગ્ય કર્મચારીઓનું અસહકારી વલણ

પાટણ જિલ્લામાં ૭૦૦ થી વધુ આરોગ્ય કર્મચારીઓની લડત આગળ ધસી રહી છે ત્યારે આજે પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મચારીોને આવરી લેવાનું સ રકારના આયોજન અંગે આરોગ્ય કર્મચારીઓના આંદોલનના આદેશ મુજબ કોઈ પણ આરોગ્ય કર્મચારી જીવ બાવવા આપવામાં આવનાર રસી પડતર પ્રશ્નો નહીં ઉકેલાતા લેશે નહીં અને આપશે પણ નહીં ને વળગી રહી સંપૂર્ણ અસહકારનું વલણ દાખવ્યું હતું.

બનાસકાંઠાના લાભાર્થીઓની સંખ્યા

સ્થળ રજિસ્ટ્રેશન લાભાર્થી

રતનપુર ૭૦          ૨૬

નાંદોત્રા ૧૦૦        ૦૮

લોરવાડા ૧૦૦       ૧૫

મોરીયા ૨૨         ૧૫

ભીલડી ૨૩         ૧૪

કુલ ૩૧૫        ૭૮

કોરોનાની વેકસીન લેનાર પ્રથમ પાંચ તબીબ

૧. ડો.નિકિતાબેન પટેલ

૨. ડો.નરેન્દ્ર ચૌધરી

૩. ડો.ગૌરાંગ બારોટ

૪. ડો.મહેલ પટેલ

૫. ડો.પ્રિયકકુમાર પટેલ



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2XJyICi

0 Response to "ઉત્તર ગુજરાતમાં પ્રથમ તબક્કાના કોરોના વિરોધી રસીકરણનો પ્રારંભ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel