
સી.યુ. શાહ યુનિવર્સિટી ખાતે 7મો પદવીદાન સમારંભ રંગેચંગે સંપન્ન
સુરેન્દ્રનગર, તા. 31 જાન્યુઆરી, 2021, રવિવાર
સુરેન્દ્રનગરના વઢવાણ કોઠારીયા રોડ પર આવેલ સી.યુ.શાહ યુનિવર્સીટી ખાતે ૭મા પદવીદાન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચાલુ વર્ષે યુનિવર્સીટી દ્વારા અંદાજે ૮૨૦ જેટલાં વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી જેમાં ૫૪ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ તેમજ ૫૦ વિદ્યાર્થીઓને સીલ્વર મેડલ અને ૨૬ વિદ્યાર્થીઓને પીએચડીની તથા ૨૨ વિદ્યાર્થીઓને એમફીલની પદવી એનાયત કરવામાં આવી હતી.
જ્યારે હાલની કોરોનાની મહામારીને ધ્યાને લઈ યુનિવર્સીટી દ્વારા ફક્ત ગોલ્ડ અને સીલ્વર મેડાલીસ્ટને જ હાજર રહેવા જણાવાયું હતું અને અન્ય વિદ્યાર્થીઓ તેમજ તેમના માતા-પિતા માટે યુનિવર્સીટીની વેબસાઈટ પરથી આ સમારંભનું લાઈવ ટેલીકાસ્ટ કરવામાં આવ્યું હતું તેમજ સમારંભમાં આવેલા વિદ્યાર્થીઓનું સૌપ્રથમ થર્મલ સ્ક્રીનીંગ તેમજ હેન્ડ સેનેટાઈઝ કરી માસ્કનું વિતરણ કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો અને સોશ્યલ ડિસ્ટન્સનું સંપૂર્ણ પાલન કરવામાં આવ્યું હતું. આ તકે અધ્યક્ષસ્થાને પ્રકાશભાઈ વરમોરા, સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના પ્રો.વાઈસ ચાન્સેલર ડો.વિજયભાઈ દેસાણી, પ્રદેશ ભાજપ ઉપ-પ્રમુખ વર્ષાબેન દોશી, સી.યુ.શાહ યુનિવર્સીટીના પ્રેસીડેન્ટ ડો.જે.જી.સંઘવી, પ્રોવોસ્ટ ડો.હેમંત ત્રિવેદી, ડો.કે.આર.ગવાંડે સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં જ્યારે આ સમારંભનું સફળ સંચાલન ડો.આર.એન.જોષી તથા યુનિવર્સીટીના રજીસ્ટ્રાર ડો.નિમિત શાહ અને તેમની ટીમે કર્યું હતું.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ahHzRK
0 Response to "સી.યુ. શાહ યુનિવર્સિટી ખાતે 7મો પદવીદાન સમારંભ રંગેચંગે સંપન્ન"
Post a Comment