
મૂળી તાલુકામાં 60 જેટલા ફ્રન્ટલાઇન કોરોના વર્કરને કોરોના રસી મૂકાઇ
સરા, તા. 31 જાન્યુઆરી, 2021, રવિવાર
સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવેલ કોરોના મહામારી વચ્ચે દેશભરમાં હાલ કોરોના વેક્સીનના ડોઝ આપવાની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી. મૂળી સામુહિક આરોગ્ય કેન્દ્ર અને પ્રથમ તબક્કામાં ૭૦થી વધુ લોકોને કોરોના વેક્સીનનો ડોઝ આપી સુરક્ષા પ્રદાન કરેલ હતું.
આજરોજ બીજા તબક્કામાં મૂળી સામુહિક આરોગ્ય કેન્દ્રના તબીબ ડો. હિતેશ વાલાણી ઓમદેવસિંહ ઝાલા તથા સ્ટાફ દ્વારા કોરોના વોરિયર્સને ડોઝ આપવાની કામગીરી હાથ ધરાઇ જેમાં મૂળી મામલતદાર હર્ષભાઇ પટેલ તથા રેવન્યુ સ્ટાફ મૂળી પીએસઆઇ ડી.જે. ઝાવા તથા સ્ટાફ સહિત ૭૫ જેટલા કોરોના વોરિયર્સે કોરોના વેક્સીનનો ડોઝ લઇ સુરક્ષા મેળવી હતી. મૂળી મામલતદાર હર્ષ પટેલે લોકોને ક્રમશ કોરોના વેક્સીનનો ડોઝ લઇ રાષ્ટ્રને કોરોના મુક્ત કરવા દરેક નાગરિકોને સહભાગી થવા અનુરોધ કરેલ હતો.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3pCzzkH
0 Response to "મૂળી તાલુકામાં 60 જેટલા ફ્રન્ટલાઇન કોરોના વર્કરને કોરોના રસી મૂકાઇ"
Post a Comment