ઉત્તર ગુજરાતમાં રવિ સિઝનમાં 48445 હેક્ટર વાવેતર વધ્યું

ઉત્તર ગુજરાતમાં રવિ સિઝનમાં 48445 હેક્ટર વાવેતર વધ્યું

મહેસાણા,તા.22 જાન્યુઆરી 2021, શુક્રવાર

ઉત્તર ગુજરાતમાં રવિસિઝનનું વાવેતર ખેડૂતો દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું છે. આ વર્ષે ઠંડી અને ભેજનું પ્રમાણ સારા પ્રમાણમાં રહેતા ગત વષે કરતા ઉત્તર ગુજરાતના પાંચેય જિલ્લામાં ૪૮૪૪ હેક્ટરમાં વાવેતર વધવા પામ્યું છે. આ પાંચેય જિલ્લામાં સૌથી વધુ ૪૯૭૩૬૮ હેક્ટરમાં બનાસકાંઠા જિલ્લામાં વાવેતર કરવામાં આવ્યું છે.

ઉત્તર ગુજરાતમાં મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં દિવાળી બાદ રવિસિઝન માટે જગતના તાત ખેડૂતો દ્વારા વાવેતરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. છેલ્લા દોઢ માસ ઉપરાંતના સમયગાળા દરમિયાનથી અત્યાર સુધી પાંચેય જિલ્લામાં ઘઉં, રાઈ, જીરૃ, મકાઈ, વરિયાળી, ઈસબગુલ, બટાટા, શાકભાજી સહિતનું વિપુલ પ્રમાણમાં ૧૧.૪૭ લાખ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. ગત વર્ષ અનુકુળ હવામાન અભાવે ૧૦.૯૮ હેક્ટર જમીનમાં જ વાવેતર શક્ય બન્યુ ંહતું. જોકે આ વર્ષે હવામાન અનુકુળ રહ્યું હોવાથી વાવેતર વધવા પામ્યું છે તેવું ખેડૂતો દ્વારા જણાવ્યું છે.

ઉત્તર ગુજરાતમાં વાત કરીએ તો મહેસાણા જિલ્લામાં ૧૮૮૯૭૦ હેક્ટર, બનાસકાંઠા જિલ્લામાં ૪૯૭૩૬૮ હેક્ટર, પાટણ ૧૮૩૪૪ હેક્ટર, સાબરકાંઠા ૧૪૧૧૯૮ હેક્ટર અને અરવલ્લી જિલ્લામાં ૧૩૧૫૫૦ હેક્ટર જમીનમાં ખેડૂતોએ રવિ સિઝનના પાકોનું વાવેતર પૂર્ણ કર્યું છે. જે ગત વર્ષ કરતા પાંચેય જિલ્લામાં વાવેતરમાં વધારો થયો છે. પાક વાવેતરને અનુકૂળ વાતાવરણ મળી રહેતા આ વર્ષે ઘઉં, રાઈ, જીરૃ સહિતના પાકોનું સારૃ ઉત્પાદન રહેવાની સંભાવના ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39UhTu1

0 Response to "ઉત્તર ગુજરાતમાં રવિ સિઝનમાં 48445 હેક્ટર વાવેતર વધ્યું"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel