
મહેસાણા 4, પાટણ જિલ્લામાં 2 પોઝિટિવ દર્દી નોંધાયા
મહેસાણા, તા.20 જાન્યુઆરી 2021, બુધવાર
મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં હવે ધીરે ધીરે કોરોના અસ્ત તરફ જઈ રહ્યો હોય તેમ આંકડાઓ ઉપરથી લાગી રહ્યું છે. મહેસાણા જિલ્લામાં આજે માત્ર ૪ તો પાટણ જિલ્લામાં ૨ કેસ સામે આવ્યા હતા.
મહેસાણા જિલ્લામાં ૨૦મી જાન્યુઆરી સુધી ૪૪૯૨૦ના સેમ્પલ લેવાયા છે. જેમાં ૪૨૪૧૨નું રીઝલ્ટ નેગેટિવ આવેલ છે. આજે ૨૦૩ સેમ્પલ પૈકી ૨૦૦નું રીઝલ્ટ નેગેટિવ જોવા મળેલ છે. જ્યારે સરકારી લેબમાં ૩ અને ખાનગી લેબમાં ૧ પોઝિટિવ કેસ મળી જિલ્લામાં ૪ કેસ નોંધાયા છે. જેમાં ચારે ચાર પુરુષ દર્દીઓ કોરોનાગ્રસ્ત બન્યા છે. હજી પેન્ડીંગ રીઝલ્ટ ૧૯૬ જ્યારે એક્ટીવ ૭૧ કેસ જોવા મળ્યા છે. ૧૨ લોકો સાજા થતા રજા અપાઈ છે.
કડી શહેરમાં ૧ તેમજ તાલુકાના રાજપુરમાં ૧, ખેરાલુના વાવડીમાં ૧ અને ખેરાલુના લીમડીમાં ૧ મળી ૪ દર્દીઓ નોંધાયા હતા. મહેસાણા શહેર ખાતે એક પણ દર્દી ન નોંધાતા આરોગ્ય તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.
પાટણ જિલ્લામાં પણ દિવસે ને દિવસે કોરોનાના કેસોમાં ઘટાડો આવી રહ્યો છે. તેમાં આજે માત્ર ૨ જ દર્દીઓ નોંધાયા હતા. જેથી જિલ્લા આરોગ્ય તંત્ર સહિત જિલ્લા વહીવટી તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3a5rCOv
0 Response to "મહેસાણા 4, પાટણ જિલ્લામાં 2 પોઝિટિવ દર્દી નોંધાયા"
Post a Comment