
વહેલી સવારે ગાઢ ધૂમ્મસ છવાઈ જતા 30થી વધુ વાહનો ટકરાયા
ગુજરાતભરમાં છેલ્લા કેટલાક દિવસથી ઠંડીમાં ભલે ઘટાડો થયો હોય પણ સવારના સમયે ધૂમ્મસની સમસ્યામાં વધારો થયો છે. ગુજરાતના અનેક શહેરોને આજે સવારે ધૂમ્મસને લીધે હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો હતો. ગાઢ ધૂમ્મસે અનેક શહેરોને આગોશમાં લઇ લેતા જાણે જમીનને ગગની સોબત મળી ગઇ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
જોકે, ધૂમ્મસને લીધે વિઝિબિલિટી ઘટી જતાં વાહનચાલકોને સવારના સમયે ભારે પરેશાનીનો પણ સામનો કરવો પડયો હતો. સવારના 9 વાગે પણ અનેક વાહનચાલકોને લાઇટ ચાલુ રાખીને વાહન ચલાવવા ફરજ પડી હતી. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર સવારના સમયે ગાઢ ધૂમ્મસને કારણે 30થી વધુ વાહનોની ટક્કરના બનાવ પણ બન્યા હતા.
સદ્નસિબે કોઇ જાનહાનિ થઇ નહોતી.આણંદ શહેર સહિત જિલ્લાભરમાં આજે વહેલી પરોઢથી ગાઢ ધુમ્મસની ચાદર છવાતા જિલ્લાના વિવિધ માર્ગો પરથી પસાર થતા વાહનચાલકોને અનેક તકલીફોનો સમાનો કરવો પડયો હતો. વીઝીબીલીટી ઘટી જવાના કારણે વાહનચાલકોને ફરજીયાત પોતાના વાહનોની લાઈટ ઓન રાખવી પડી હતી.
તો બીજી તરફ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર આજે સવારના સુમારે ગાઢ ધુમ્મસના કારણે 25થી વધુ વાહનો ટકરાવાના બનાવ બન્યા હતા. જો કે સદ્નસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. વધુમાં મળતી માહિતી મુજબ આણંદ શહેર સહિત જિલ્લાભરમાં આજે વહેલી પરોઢથી ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું.
ધુમ્મસની ચાદર છવાઈ જવાના કારણે સમગ્ર જિલ્લો હિલસ્ટેશનમાં ફેરવાઈ ગયો હતો. વાતાવરણમાં અચાનક પલ્ટા સાથે ગાઢ ધુમ્મસ છવાઈ જતા વીઝીબીલીટી ઘટી જવાના કારણે વહેલી સવારના સુમારે હાઈવે માર્ગ ઉપર 10 મીટર દુરનું દ્રશ્ય પણ સ્પષ્ટપણે જોઈ શકાતુ ન હતું. વહેલી સવારે નોકરી-ધંધાર્થે નીકળતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી હતી.
ખાસ કરીને હાઈવે માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોને પોતાના વાહનોની હેડલાઈટ્સ ફરજીયાત ઓન કરવાની ફરજ પડી હતી. આણંદ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર ગાઢ ધુમ્મસ છવાઈ જતા આગળ જતા વાહનો ન જોઈ શકતા લગભગ 30 થી વધુ કાર અકસ્માતગ્રસ્ત થઈ હતી.
જેને પગલે હાઈવે માર્ગ ઉપર ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા. બીજી તરફ ટ્રાફિકની અવર-જવરથી રાત-દિવસ ધમધમતા રહેતા જિલ્લાના તારાપુર વટામણ હાઈવે માર્ગ ઉપર પણ ભારે ધુમ્મસ છવાઈ જવાના કારણે વાહનોના પૈંડા થંભી ગયા હતા અને ટ્રાફિકની લાંબી કતારો લાગી ગઈ હતી.
ધીમે-ધીમે સૂર્યદેવતાનો પ્રકાશ પથરાતા વાતાવરણમાંથી ધુમ્મસ ઓસરવા લાગ્યું હતું અને સવારના 10:00 કલાક સુધીમાં વાતાવરણ સ્વચ્છ થતા વાહનચાલકોએ રાહત અનુભવી હતી. આણંદ કૃષિ યુનિ.ના હવામાન વિભાગના જણાવ્યા મુજબ સોમવારના રોજ જિલ્લાનું મહત્તમ તાપમાન 31.0 ડિ.સે. અને લઘુત્તમ તાપમાન 13.5 ડિ.સે. નોંધાયું હતું. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 94 ટકા, પવનની ઝડપ 1.1 કિ.મી./કલાક અને સૂર્યપ્રકાશ 8.0 નોંધાયો હતો.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38Uqspj
0 Response to "વહેલી સવારે ગાઢ ધૂમ્મસ છવાઈ જતા 30થી વધુ વાહનો ટકરાયા"
Post a Comment