
ફાર્મસીમાં શિક્ષકો એકથી વધુ કોલેજમાં નોંધાયેલો હશે તો હવે 3 વર્ષ માટે ડિબાર્ડ
અમદાવાદ, તા. 11 જાન્યુઆરી, 2021, સોમવાર
ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા બી.ફાર્મ અને ડી.ફાર્મ કોર્સ ચલાવતી તમામ કોેલેજો પાસેથી સ્ટાન્ડર્ડ ઈન્સપેકશન ફોર્મ અંતર્ગત સ્ટાફના પગાર સહિતની તમામ વિગતો માંગી છે. કોલેજોને 2011-22ના અપ્રૂવલ માટે ફરજીયાત 31મી જાન્યુઆરી સુધીમાં વિગતો મોકલી દેવા આદેશ કરાયો છે
અને કાઉન્સિલે આપેલી કડક સૂચનાઓ મુજબ જો શિક્ષકો એકથી વધુ કોલેજોમાં ભણાવતા હોવાનું ખોટા નામો માત્ર હાજરી દેખાડવા સ્ટાફના રજૂ કરાયા હશે તેમજ બે જગ્યાએ એક જ શિક્ષકનું નામ હશે તે તે શિક્ષકોને ત્રણ વર્ષ માટે ડિબાર્ડ કરાશે.જ્યારે સ્ટાફની વિગતોમાં ગેરરીતિ જણાશે તો આચાર્યને પણ કોલેજોમાં એડમિનિસ્ટ્રેશન પોસ્ટ માટે પ્રતિબંધ મુકાશે.
ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ તમામ કોલેજોને ચેતવણી ભરી નોટિસ સાથે સર્ક્યુલર કર્યો છે કે હાલની હયાત કોલેજો કે જેઓ પાસેથી 2021 -22નું અપ્રૂવલ નથી અને અપ્રૂવલ લેવા માંગે છે તેવી કોલેજો ઉપરાંત જે કોલેજો પાસે 2021-22ના શૈક્ષણિક વર્ષ માટે અપ્રૂવલ છે તે સહિતની તમામ કોલેજોએ ફરજીયાત સ્ટાન્ડર્ડ ઈન્સપેકશન ફોર્મ ભરીને વિગતો મોકલવી પડશે.
બી.ફાર્મ,એમ.ફાર્મ, ડી.ફાર્મ અને ફાર્મ.ડી સહિતના કોર્સ ચલાવતી તમામ કોલેજોએ જાન્યુઆરીથી ડિસેમ્બર 2020 સુધીના વર્ષના તમામ સ્ટાફની સેલેરીની વિગતો તેમજ અન્ય તમામજરૂરી ડોક્યુમેન્ટ સાથેની વિગતો કાઉન્સિલને મોકલવાની છે.
કોલેજોએ અધ્યાપકો-ફેકલ્ટીના નામ, સરનામાં,નંબર તથાપગાર અનેશૈક્ષણિક લાયકાત સહિતની વિગતો ઓન રેકોર્ડ આપવાની છે અને ખાસ પીજી લેવલ સુધીનો ફેકલ્ટીનો અભ્યાસ કાઉન્સિલે માંગ્યો છે. કાઉન્સિલે આપેલી કડક ચેતવણી મુજબ જે કોલેજોની 2021-22ની વિગતોમાં જે શિક્ષકોના નામ હશે તેજ શિક્ષકોના નામ જો અન્ય કોલેજોની વિગતોમાં પણ જોવા મળશે.
એટલે કે એક જ શિક્ષક બે જગ્યાએ ફરજ બજાવતો હોવાનું ધ્યાને આવશે તો આવા શિક્ષકોને ફાર્મસી ઈન્સ્ટિટયુશન્સ રેગ્યુલેશન્સ હેઠળ 3 વર્ષ માટે શૈક્ષણિક કાર્ય-ટીચિંગ એસાઈમેન્ટથી ડીબાર્ડ કરાશે.જેથી શિક્ષકોએ 2021-22ના વર્ષ માટે જે સંસ્થામાં જોડાવાનું હોય અથવા છુટા થઈ ગયા હોય તે બાબતે વ્યક્તિગત રીતે કાઉન્સિલને જાણ કરવાની રહેશે અને જે જવાબદારી શિક્ષકની પોતાની રહેશે.
જો કોલેજોના સ્ટાફની વિગતોમાં ગેરરીતિ જણાશે અને ખોટી માહિતી રજૂ કરાઈ હશે અથવા માહિતી આપવામા નહી આવી હોય તો આવી કોલેજોના આચાર્યને ભવિષય્માં અન્ય કોલેજમાં કે ક્યાંય પણ વહિવટી જગ્યા પરથી હંમેશ માટે ડીબાર્ડ એટલે કે દૂર કરાશે. 2021-22નું અપ્રૂવલ તથા તેનાથી આગળના વર્ષનું પણ અપ્રૂવલ જે કોલેજો પાસે હશે તેઓએ પણ ફરજીયાત ઈન્સપેકશન ફોર્મમાં તમામ વિગતો રજૂ કરવાની રહેશે .
જે કોલેજો એસઆઈએફ ફોર્મ નહી ભરે અને વિગતો નહી રજૂ કરે તે કોલેજોને કાઉન્સિલની વેબસાઈટમાં નો એડમિશન યર તરીકે દર્શાવી દેવાશે.કોલેજોને તાકીદ કરવામા આવી છે કે વિગતો મોકલવા માટે સમય મર્યાદા નહી લંબાવાય,31મી જાન્યુ.સુધીમાં ફરજીયાત મોકલી દેવાની રહેશે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3sfRAXw
0 Response to "ફાર્મસીમાં શિક્ષકો એકથી વધુ કોલેજમાં નોંધાયેલો હશે તો હવે 3 વર્ષ માટે ડિબાર્ડ"
Post a Comment