
બાકી પ્રોપર્ટી-ટેક્સ અંગે ગોતાની 14 મિલકતો સીલ કરાઈ
અમદાવાદ, તા. 21 જાન્યુઆરી, 2021, ગુરૂવાર
અમદાવાદના ઉત્તરપશ્ચિમ ઝોનના પ્રોપર્ટી ટેક્સ ખાતા દ્વારા ચડેલો ટેક્સ સમયસર નહીં ભરવાના કારણે 14 કોમર્શિયલ મિલકતોમાં કામકાજ બંધ કરાવીને સીલ મારી દેવામાં આવ્યા છે. આ પૈકી ખોડિયાર એસ્ટેટ, ગોતાની 9 મિલકતો અને એસ. જી. બિઝનેસહબ ગોતાની 5 મળીને 14 મિલકતો સીલ કરવામા ંઆવી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ગોતા વિસ્તારમાં વોડાફોન ટાવર પાછળ આવેલાં ખોડિયાર એસ્ટેટના શેડ નંબર 1થી 9 બાકી પ્રોપર્ટી ટેક્સના મામલે સીલ કરી દેવાયા છે. આ શેડમાં ઓછામાં ઓછા 1.35 લાખથ અને વધુમાં વધુ 3.02 લાખની રકમ બાકી બોલે છે. જ્યારે એસ.જી. હબના દેવ ડેવલપર્સના નામના પાંચ એકમો સીલ કરાયા છે. જેની ઓછામાં ઓછી રકમ રૂ. 1.29 લાખ અને વધુમાં વધુ 3.05 લાખ હોવાન ું જણાયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉના એક કમિશનરે કેટલીક પ્રોપર્ટીઓ પસંદ કરી તેના ચોપડે બોલાતા માપ અને ખરેખર જગ્યા પરના માપનું રેન્ડમ ચેકીંગ કરવા જણાવ્યું હતું. આશ્ચર્યજનક રીતે ચેકિંગ કરી તે તમામ મિલકતોના માપમાં બહુ જ મોટો તફાવત પકડાયો હતો.
એક મલ્ટીપ્લેક્સમાં ચાલી રહેલાં સ્ક્રીનમાંથી એક સ્ક્રીન (થીયેટર) ગણતરીીમાં જ લેવાતું ન હતું. કેટલીક હોસ્પિટલના ઉપરના આખા ફ્લેટ જ ઉડાડી દેવાયા હતા. હોટેલો અને ફેકટરીઓના માપમાં પણ આવા જ ગોટાળાં પકડાયાં હતા. આ બાબતે વધુ વિવાદ થશે તેવું જણાતા ઝુંબેશ જ સ્થગિત કરી દેવામાં આવી હતી. આ બાબત જ સ્વયં સ્પષ્ટ છે કે આકારણી સમયે ગેરરીતિ અને ગોટાળાં મોટા પ્રમાણમાં થયેલાં છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3iwEEIw
0 Response to "બાકી પ્રોપર્ટી-ટેક્સ અંગે ગોતાની 14 મિલકતો સીલ કરાઈ"
Post a Comment