બનાસકાંઠા: ત્રણ વર્ષથી બદલી કેમ્પ ન યોજાતા 1250 શિક્ષકો મુંઝવણમાં

બનાસકાંઠા: ત્રણ વર્ષથી બદલી કેમ્પ ન યોજાતા 1250 શિક્ષકો મુંઝવણમાં

પાલનપુર તા.08 જાન્યુઆરી 2021, શુક્રવાર

બનાસકાંઠા જિલ્લાના પ્રાથમિક શિક્ષણ વિભાગમાં છેલ્લા ત્રણ વર્ષથી શિક્ષકોનો જિલ્લા ફેરબદલી કેમ્પ ન યોજતા વતન થી દુર એકલવાયું જીવન વિતાવતા શિક્ષકો મૂંઝવણમાં મુકાયા છે.  જિલ્લાની વિવિધ સ્કૂલોમાં ફરજ બજાવતા ૧૨૫૦ થી વધુ અન્ય જિલ્લાના શિક્ષકોએ વતનનો લાભ મેળવવા માટે શિક્ષણ વિભાગ માં જિલ્લા બદલી કરવા માટે અરજીઓ કરી છે .પરંતુ સરકાર દ્રારા જિલ્લા બદલી કેમ્પ યોજવામાં ન આવતા મુશ્કેલીમાં મુકાયેલા શિક્ષકોએ સાંસદ થી લઇને જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેને સત્વરે જિલ્લા બદલી કેમ્પ યોજવા માટે ની રજુઆતો કરી છે.

રાજ્યમાં બેરોજગાર શિક્ષિત યુવક યુવતીઓ સરકારી નોકરી મેળવવા માટે પોતાનું વતન છોડીને અન્ય જિલ્લામાં નોકરી કરતા હોય છે .જેમાં બનાસકાંઠા જિલ્લાની અનેક  પ્રાથમીક શાળાઓમાં બહાર ના જિલ્લાના શિક્ષક તેમજ શિક્ષિકાઓ પોતાના પરિવત તેમજ વતનથી દુર રહીને નોકરી કરી રહ્યા છે .જોકે લાંબો સમય વતન અને પરિવાર થી દૂર રહેતા પ્રાથમિક શિક્ષકો પોતાના  જિલ્લામાં બદલી થાય તે માટે શિક્ષકો પ્રયત્નો પણ કરતા હોય છે .જેમાં બનાસકાંઠા જિલ્લામાં વતન થી દૂર બહારના જિલ્લાના ૧૨૫૦ થી વધુ શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે અને આ શિક્ષકોએ પોતાના વતનના જિલ્લામાં બદલી કરવા માટે શિક્ષણ વિભાગમાં જિલ્લા ફેર બદલી કરવા માટે અરજીઓ કરી છે .પરંતુ સરકાર દ્રારા છેલ્લા ત્રણ વર્ષથી જિલ્લા ફેર બદલી કેમ યોજવામાં ન આવતા જિલ્લા ફેર બદલી માટે ઇચ્છુક શિક્ષકો મુશ્કેલીમાં મુકાયા છે .જોકે આ શિક્ષકો દ્રારા  વારંવાર શિક્ષણ વિભાગ તેમજ સરકારમાં રજૂઆતો કરી છે .આ શિક્ષકો દ્રારા બનાસકાંઠા સાંસદ પરબતભાઇ પટેલ તેમજ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન નરસિંહ દેસાઈને લેખિતમાં સરકારને સત્વરે જિલ્લા ફેર બદલી કેમ્પ યોજવા ની માંગ કરી છે.

જિલ્લા ફેર બદલીના અભાવે વર્ષોથી વતનથી દૂર રહીયે છીએ

પ્રાથમિક શિક્ષિકા ફાલ્ગુની માંડલીયાએ જણાવ્યું હતું કે હું વર્ષોથી વતન તેમજ પતિ થી દુર ફરજ બજાવું છું અને મેં વતન ના લાભ માટે જિલ્લા ફેર બદલી કરવા માટે અરજી કરી છે પરંતુ સરકાર દ્રારા છેલ્લા ત્રણ વર્ષથી જિલ્લા ફેર બદલી કેમ્પ ન યોજાતા મારા જેવા અનેક શિક્ષકોને પરીવાર થી દુર એકલવાયું જીવન વિતાવવું પડી રહ્યું છે.

 બદલી કેમ્પ યોજવા સરકારમાં અનેક રજૂઆતો કરાઈ છે

પ્રાથમીક શિક્ષક શૈલેષભાઈ પરમારે જણાવ્યું હતું કે બનાસકાંઠામાં ત્રણ વર્ષથી બદલી કેમ્પ નહીં યોજાતા શિક્ષણ વિભાગ તેમજ  પદાધિકારીઓને જિલ્લા ફેર બદલી કેમ્પ યોજાય તે માટે રજૂઆત કરી છે બહારના જિલ્લાના શિક્ષકોની બદલી થી તેમની સામાજિક સમસ્યાઓ દૂર થઈ શકે અને પોતાના વતનમાં પરિવાર સાથે રહી શૈક્ષણિક પ્રવુતિ કરી શકે  તે માટે સરકાર દ્રારા જિલ્લા ફેર બદલી કેમ્પ સત્વરે યોજવો જોઈએ.

બદલી માટે  ૧૨૫૦ અરજીઓ આવી

બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગમાં ધોરણ- ૧ થી ૫ માં ૮૦૦ અને ધોરણ- ૬ થી ૮ માં ૪૫૦ મળી ને કુલ ૧૨૫૦ જેટલા શિક્ષકોએ જિલ્લા ફેર બદલી કરવા માટે અરજીઓ કરી છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38pyC9c

0 Response to "બનાસકાંઠા: ત્રણ વર્ષથી બદલી કેમ્પ ન યોજાતા 1250 શિક્ષકો મુંઝવણમાં"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel