વાદળો ઓછા થતા ઠંડી વધી, માઉન્ટઆબુમાં પાંચ ડીગ્રી

વાદળો ઓછા થતા ઠંડી વધી, માઉન્ટઆબુમાં પાંચ ડીગ્રી

ડીસા, તા.13 ડીસેમ્બર 2020, રવિવાર

ઉત્તર ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં ઠંડીનો ચમકારો જોવા મ્યો હતો. જોકે તે બાદ તાપમાનમાં વધારો નોંધાતા ઠંડીમાં ઘટાડો નોંધાયો હતો. જ્યારે બે દિવસથી વાતાવરણમાં આવેલ પલટા બાદ તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તેમજ ઠંડીનું પણ જોર વધતા કાતીલ ઠંડીનો અહેસાસ ોકો કરી રહ્યા છે.

હવામાન વિભાગ માટે કામ કરતી એક્યુવેધરના જણાવ્યાનુસાર ડીસામાં ૧૫.૩ ડિગ્રી, પાલનપુરમાં ૧૩.૦ ડિગ્રી, વાવમાં ૧૦.૦ ડિગ્રી, થરાદમાં ૧૦.૦ ડિગ્રી, ભાભરમાં ૧૫.૦ ડિગ્રી, અમીરગઢમાં ૧૩.૦ ડિગ્રી, અંબાજીમાં ૧૨.૦ ડિગ્રી, આબુરોડ ૧૩.૦ ડિગ્રી, ઈડરમાં ૧૪.૦ ડિગ્રી, મહેસાણામાં ૧૪.૦ ડિગ્રી, ઊંઝામાં ૧૪.૦ ડિગ્રી, સિધ્ધપુરમાં ૧૪.૦ ડિગ્રી, પાટણમાં ૧૨.૦ ડિગ્રી, હિંમતનગરમાં ૧૫.૦ ડિગ્રી, ખેડબ્રહ્મામાં ૧૪.૦ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

જિલ્લામાં ઠંડીની શરૃઆત થયા બાદ ઠંડીનો ચમકારો વર્તાયો હતો. તેથી સવારે લોકોને ગરમ કપડા પહેરવાની નોબત આવી હતી. જ્યારે ઠંડીની શરૃઆતમાં પારો ગગડતા લોકોએ હાડ થીજવતી ઠંડીનો અહેસાસ કર્યો હતો. જોકે તે બાદ તાપમાનમાં વધારો નોંધાતા ઠંડીમાં ઘટાડો નોંધાયો હતો. જ્યારે ઉત્તર ગુજરાત સહિત બનાસકાંઠામાં બે દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. જોકે વાતાવરણમાં આવેલ પલટાના લીધે તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેના લીધે ઠંડીનું જોર વધતા લોકોને કાતીલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. જ્યારે આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થવાની હવામાન વિભાગ દ્વારા શક્યતા દર્શાવવામાં આવી રહી છે. જોકે વહેલી સવારે ઠંડીથી રક્ષણ મેળવવા લોકો તાપણું કરતા પણ નજરે પડી રહ્યા છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3nfx5rj

0 Response to "વાદળો ઓછા થતા ઠંડી વધી, માઉન્ટઆબુમાં પાંચ ડીગ્રી"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel