ઉત્તર ગુજરાતમાં વાદળો ઘોરંભાયા સાર્વત્રિક વરસાદના છાંટા પડ્યા, ઠંડીનો ચમકારો

ઉત્તર ગુજરાતમાં વાદળો ઘોરંભાયા સાર્વત્રિક વરસાદના છાંટા પડ્યા, ઠંડીનો ચમકારો

મહેસાણા, પાલનપુર, ડીસા, અમીરગઢ, થરાદ, ધાનેરા, તા.11 ડીસેમ્બર 2020, શુક્રવાર

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર ગુજરાતમાં ં ગુરૃવાર રાત્રિથી વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો અને આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. તેમજ સુસવાટા ભેર પવન ફુકાયો હતો. મોડી રાત્રે કમોસમી વરસાદ વરસતા ખેડૂતો પર પડયા પર પાટા જેવો ઘાટઆ વર્ષે થયો છે. આ માવઠાથી વાતાવરણમાં પણ સવારે ઠંડો-ઠંડો પવન ફુંકાતા લોકોએ પણ ઠંડીનો અહેસાસ કર્ય હતો જેમાં મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં  અનેક વિસ્તારોમાં વરસાદના છાંટા પડયા હતા. 

હવામાન વિભાગની આગાહી સાચી પડતા ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં ગુરૃવારની મોડી રાત્રે તેમજ શુક્રવાર સવારે કમોસમી વરસાદ વરસતા ખેતીના ભાગમાં નુકસાનને લઇ ખેડૂતો ચિંતાતુર બની ગયા હતા. અચાનક વર્ષેલ કમોસમી વરસાદને લઇ માર્ગો ભીના થયા હતા. તો કમોસમી વરસાદે જગતના તાતનું નવું વર્ષ બગાડયું છે. જેમાં કોરોના મહામારીમાં શાકભાજીના ભાવ બાદ ખેડૂતોને કમોસમી વરસાદથી ફરી એક વખત રડવાનો વારો આવ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર, ભાભર, દિયોદર, દાંતીવાડા જ્યારે મહેસાણા જિલ્લામાં મહેસાણા, કડી,ઊંજા, વિજાપુર અને બેચરાજી પંથકમાં અને પાટણ જિલ્લાના અનેક વિસ્તારોમાં  ગુરૃવાર રાત્રે ઝરમર ઝરમર વરસાદ વરસતાં ખેતીના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.

જગતના તાતની મહેનત પર કમોસમી વરસાદ પાણી ફેરવી દેતા ખેડૂતોની ચિંતા વધી ગઇ છે. ખાસ કરીને રાયડો, એરંડા, તમાકુ, કપાસ, બટાટા તેમજ શાકભાજીના પાકમાં નુકસાનની શક્યતા વધી જવાથી ધરતીપુત્રોની હાલત કફોડી બની ગઇ છે. ભર શિયાળે એકા એક હવામાન પલટાતા ચોમાસા જેવું વાતાવરણ સર્જાયું હતું. સર્વત્ર પડેલા વરસાદ અને ફુકાયેલા પવનના કારણે તાપમાનમાં ઘટાડો થયો હતો અને ઠંડીનો ચમકારો વધ્યો હતો. 

માવઠાથી જ્યાં લગ્ન હોય તે પરિવારમાં ચિંતામાં 

શિયાળુ લગ્નસિઝનનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે. ત્યારે આજે માવઠું વરસતા ઉત્તર ગુજરાતમાં  જ્યાં ખુલ્લા પ્લોટ, ફાર્મ કે પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગ હોય ત્યાં યજમાન પરિવાર ચિંતામાં મુકાઇ ગયા હતા. ખાસ તો રાત્રે જ માવઠુ વરસતું રહેતા રાત્રે સંગીત, ગીત, ગરબા સહિતના કાર્યક્રમ હોય તેમાં કમોસમી વરસાદ વિલન બન્યો હતો, જો કે કાર્યક્રમ રદ કરવો પડે તેવો વરસાદ ન હોવાથી રાહત થઇ હતી. 

શાકભાજીને નુકશાન

માવઠું થતા જિલ્લાના શાકભાજી પકવતા ખેડૂતોને ભારે નુકશાન થયા હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં કોબી, રીંગણી, ભાજી, ફલાવર, સહિતના શાકભાજી કમોસમી વરસાદને લીધે બગડવા લાગ્યા છે. જેથી શાકભાજી પકાવનારા ખેડૂતોને નુકશાની ભોગવવી પડી છે. 

સવારે ગરમ સ્વેટર, બપોરે પંખા અને સાંજે રેઇન કોટ!

એક જ દિવસમાં પાલનપુર શહેર શિયાળો, ઉનાળો અને ચોમાસુ એમ ત્રણેય ઋતુનો અનુભવ નગરજનોને થયો હતો. વહેલી સવારે ઉત્તર પવનને લીધે ગરમ સ્વેટર પહેરવા પડે તેવી ઠંડી હતી જ્યારે બપોર ૧૨ કલાક સૂર્યપ્રકાશ ખિલતા ઘરે અને દુકાનો, કચેરીઓમાં પંખા શરૃ કરવા પડે તેવી ગરમી હતી. જ્યારે સાંજે ૫ વાગ્યા આસપાસ કમોસમી વરસાદ વરસતા બહાર નિકળવું હોય તો રેઇન કોટ પહેરવો પડે તેવો ચોમાસુ માહોલ થઇ ગયો હતો. 

સિધ્ધપુર તાલુકામાં માવઠાથી ખેડૂતોમાં દોડધામ 

રાજ્યમાં હવામાન વિભાગ દ્વરા તા.૧૦ અને ૧૧ એમ બે દિવસની વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે સિધ્ધપુર તાલુકામાં ગુરૃવાર રાત્રે વાતાવરણમાં એકાએક પલટો આવતા આકાશમાં વાદળો છવાયા હતા. જેને લઇ રાત્રે અને સવારે છુટા-છવાયા વરસાદના છાંટા પડયા હતા. જેને લઇ ખેડૂતોનો ખુલ્લામાં પડેલ પાકને બચાવવા દોડધામ મચી ગઇ હતી. જેમાં સુકી ચારના પૂળા માવઠાથી પલળે નહિ તે માટે ખેડૂત હિતેશભાઇ દેસાઇ દ્વારા તાડપત્રીથી ઢાંકી દેવામાં આવ્યા હતા. 

શહેરમાં મોડી રાત્રે ઝરમર છાંટા સાથે પવન 

પાલનપુર શહેરમાં ગુરૃવારની રાત્રીથી કમોસમી વરસાદ વરસવો શરૃ થયો હતો. અને રાત સુધી ઝરમર વરસાદ વરસતો રહ્યો હતો. અને સાથે ટાઢોબોળ પવન ફંકાતો રાહેતા રાત્રે શિયાળુ ઠંડી સાથે વરસાદને લીધે શહેરમાં ઠંડી છવાઇ ગઇ હતી. 

બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ રાયડાનું વાવેતર કરાયું

પાક વાવેતર(હેકટરમાં)

રાયડો ૧,૪૫,૪૨૦

જીરૃં ૭૬,૬૬૮

ઘઉં ૬૩૭૯૫

બટાકા ૫૯૯૦૧

શાકભાજી ૭૭૭૫

વરિયાળી ૬૫૨૧

રાજગરો ૫૪૦૮



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3oGHFru

0 Response to "ઉત્તર ગુજરાતમાં વાદળો ઘોરંભાયા સાર્વત્રિક વરસાદના છાંટા પડ્યા, ઠંડીનો ચમકારો"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel