
અમદાવાદથી ગાંધીનગર પહોંચતા મેટ્રોને હજુ ત્રણ વર્ષ લાગશે
અમદાવાદ, તા. 21 ડિસેમ્બર 2020 રવિવાર
ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે દોડનારી મેટ્રોરેલનો પ્રોજેક્ટ એટલો બધો વિલંબિત થઇ ચૂક્યો છે. અમદાવાદની મેટ્રોરેલના 32 કિલોમીટરનું કામ બે વર્ષમાં પૂર્ણ થશે અને 2022માં અમદાવાદના મુસાફરો મેટ્રોમાં સફર કરતા હશે એવો દાવો કરવામાં આવી રહ્યો છે. જ્યારે 2007માં વિચાર કર્યો ત્યારે પ્રોજેક્ટ કોસ્ટ 8000 કરોડ થવાની હતી.
2014માં મેટ્રોરેલના પ્રોજેક્ટની કોસ્ટ 10773 કરોડ નિર્ધારિત કરવામાં આવી હતી પરંતુ હવે વિલંબ થતાં પ્રોજેક્ટની કોસ્ટ વધીને 12787 કરોડ થઇ ચૂકી છે. આ પ્રોજેક્ટમાં જેટલો વિલંબ થાય છે તેટલો ખર્ચ વધી રહ્યો છે. હવે મેગા કંપનીએ 2022માં અમદાવાદ મેટ્રોરેલ પ્રોજેક્ટ પૂર્ણ કરાવાનો દાવો કર્યો છે.
બીજી તરફ અમદાવાદની મેટ્રોરેલને ગાંધીનગર સુધી લંબાવવાની યોજના બનાવવામાં આવી છે પરંતુ તેમાં પણ વિલંબ થયો છે. મેગા કંપનીએ દાવો કર્યો છે કે ગાંધીનગરની મેટ્રોરેલનું કામ 2021માં શરૂ થશે અને 2023માં પૂર્ણ કરવામાં આવશે. જો કે નિર્ધારિત 6700 કરોડનો ખર્ચ વધીને 7000 કરોડને પાર જાય તેવી સંભાવના જોવામાં આવી રહી છે.
ગાંધીનગરમાં મેટ્રોમાર્ગની કુલ લંબાઈ 34.59 કિલોમીટર હતી, પરંતુ સુધારેલા ડીપીઆર પ્રમાણે મેટ્રો રૂટની લંબાઈ 28.26 કિ.મી. થઈ છે. તેમાં બે કોરિડોર હશે - પ્રથમ 22.84 કિલોમીટરની લંબાઇ મોટેરા ને મહાત્મા મંદિર સાથે જોડાશે અને બીજી જીએનએલયુ (ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી) થી 5.42 કિલોમીટર લાંબી શાખા પીડીપીયુ અને ગીફ્ટ સિટીને જોડશે. કેન્દ્રએ બીજો તબક્કો મંજૂર કર્યો છે પરંતુ કોરોનાના કારણે કામ શરૂ થઇ શક્યું નથી પરંતુ 2021માં કામ શરૂ થાય તેવી સંભાવના છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3pfXKot
0 Response to "અમદાવાદથી ગાંધીનગર પહોંચતા મેટ્રોને હજુ ત્રણ વર્ષ લાગશે"
Post a Comment