ભાખરી ગામના ખેડૂતોએ સ્વયં કેનાલ ઉપર પ્રોટેક્શન દીવાલ બનાવવાનું શરૂ કર્યું

ભાખરી ગામના ખેડૂતોએ સ્વયં કેનાલ ઉપર પ્રોટેક્શન દીવાલ બનાવવાનું શરૂ કર્યું

વાવ તા.05 ડીસેમ્બર 2020, શનિવાર

ભાખરી કેનાલ વારંવાર ઓવર ફલો થતી હોવાથી ખેડૂતોના ખેતરો સુધી પાણીના મળતા ખેડૂતો દ્વારા રજુઆત કરવા છતાં કોઇ નર્મદા નિગમ દ્વારા ધ્યાનના આપતા આખરે ખેડૂતોએ કેનાલ ઉપર પ્રોટેકશન દિવાલ બ્લોકની સહ ખર્ચે બનાવવાનું ચાલુ કર્યું છે. સરકારના કરોડો રૃપિયા ફાળવેલ પણ પાણીમાં ગયા તેવો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. 

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં કરોડોના ખર્ચે કેનાલો બનાવવામાં આવી છે. પણ આજે કેટલીક કેનાલોમાં પાણીના મળતા ખેડૂતોમાં ભારે રોષ ભભુકી ઉઠયા છે. કેનાલ કામગીરીમાં લેવલ ન મળતા માઇનોર કેનાલોમાં છેડે ચોક આજે પણ પાણી નથી મળતું અને સરકારના કરોડો રૃપિયા પાણીમાં ગયા હોવાના ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. 

વાવના ભાખરી કેનાલ વારંવાર ઓવર ફલો થતા ખેડૂતોએ વહીવટી તંત્રને રજુઆત કરવા છતાં નર્મદા નિગમ દ્વારા કોઇ કાર્યવાહી ના કરાતા આખરે ખેડૂતોએ  સ્વ ખર્ચે કેનાલ ઉપર પોતાના ખર્ચે જાત મહેનતથી કેનાલ ઉપર પ્રોટેકશન દિવાલ બ્લોકની બનાવવાનું ચાલુ કર્યું હતું. ખેડૂતોએ જણાવ્યું હતું કે ભાખરી માઇનોર કેનાલ એક માસમાં ૩ વાર ઓવર ફલો થઇ હતી. અને વારંવાર ટેલિફોનથી નર્મદા નિગમના અધિકારીઓને રજુઆત કરતાં છતાં અધિકારીએ ખેડૂતોના નંબર બ્લેક લિસ્ટમાં મુકી દીધા છે. અટેલે આખરે ખેડૂતોના ખેતરો સુધી પાણી મેળવવા માટે જાતે અમે સહ ખર્ચે કેનાલ ઉપર બ્લોકની દીવાલનું કામ ચાલુ કર્યું છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39MuNvC

0 Response to "ભાખરી ગામના ખેડૂતોએ સ્વયં કેનાલ ઉપર પ્રોટેક્શન દીવાલ બનાવવાનું શરૂ કર્યું"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel