માઉન્ટ આબુમાં ધુમ્મસ અને ઠંડીમાં સહેલાણીઓ ઉમટયા

માઉન્ટ આબુમાં ધુમ્મસ અને ઠંડીમાં સહેલાણીઓ ઉમટયા

અમીરગઢ, ડીસા, તા.16 ડીસેમ્બર 2020, બુધવાર

રાજસ્થાનના હિલસ્ટેશન માઉન્ટઆબુમાં ઠંડીનો ચમકારો શરૃ થઈ ગયેલ છે ત્યાંનું તાપમાન ગગડીને ૧.૩ પહોંચતા જનજીવન પર માઠી અસર વર્તાઈ રહી છે. આ ઉપરાંત મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં પણ ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. 

હવામાન વિભાગ માટે કામ કરતી એક્યુ વેધરના જણાવ્યાનુસાર ડીસામાં ૧૨.૬, પાલનપુર-૧૧, વાવ-૯, થરાદ-૯, ભાભર-૧૪, અમીરગઢ-૧૦, અંબાજી-૯, આબુરોડ-૧૦, ઈડર-૧૧, મહેસાણા-૧૨, ઊંઝા-૧૨, સિદ્ધપુર-૧૨, પાટણ-૧૧, મોડાસા-૧૩, હિંમતનગર-૧૨, ખેડબ્રહ્મા-૧૧ ડીગ્રી લઘુત્તમ તાપમાન નોંધાવા પામ્યું હતું.

માઉન્ટ આબુ પીકનીક માટેનું સારૃ સ્થળ હોવાથી સહેલાણીઓનો ધસારો વધારે હોય છે. પર્વતની ઉંચાઈ ઉપર આવેલ માઉન્ટ આબુમાં ગરમીની સીઝનમાં ઠંડુ વાતાવરણ મળી રહેતા ગરમીના માઉન્ટ પ્રવાસીઓથી ઉભરાયેલું રહે છે. જ્યારે શિયાળામાં ત્યાં ઠંડી પણ વધારે પડતી હોવાથી તાપમાન માઈનસ જતા બરફના પડો જામી જાય છે. આવા તાપમાનમાં પણ સહેલાણીઓ ફરવાની મજા માણી રહ્યા હોય છે. હાલમાં બપોર સુધી ધુમ્મસ અને ઠંડી રહેતા સ્થાનિક લોકો મોડે સુધી ઘરની બહાર પણ નીકળતા ન હોવાથી તેઓના રોજીંદા કાર્યો ઉપર અસર પડે છે અને જનજીવન ખોરવાઈ જાય છે. પરંતુ ઠંડીની મજા માણવા આવેલ સહેલાણીઓ ગરમ કપડાં અને તાપણા કરીને પણ આવા વાદળછાયા આહલાદક વાતાવરણમાં પિકનીકની મજા માણી રહ્યા છે. માઉન્ટ આબુમાં ઠંડીની ઋતુમાં શાળાઓમાં લાંબુ વેકેશન પડતું હોવાથી બાળકો ઠંડી સામે રક્ષણ મેળવી રહેતા હોય છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mziMwF

0 Response to "માઉન્ટ આબુમાં ધુમ્મસ અને ઠંડીમાં સહેલાણીઓ ઉમટયા"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel