કચ્છમાં ભગવાન પણ અસલામત!, વધુ બે મંદિરોમાંથી રૃ.ર.૪૭ લાખની ચોરી

કચ્છમાં ભગવાન પણ અસલામત!, વધુ બે મંદિરોમાંથી રૃ.ર.૪૭ લાખની ચોરી

ભુજ, બુાધવાર

કચ્છમાં હવે ભગવાનના મંદિરો પણ સલામત રહ્યા નાથી. માંડવી અને નખત્રાણા પંથકમાં મંદિરોના તાળા તોડીને થયેલી ચોરીની ઘટનાઓ હજુ લોકો ભૂલ્યા નાથી ત્યાં વધુ બે મંદિરોમાંથી કુલ રૃ.ર.૪૭ લાખની ચોરીની ઘટનાઓ બહાર આવતા ચકચાર મચી જવા પામી છે. ભુજ તાલુકાના લેર ખાતે આવેલ પ્રખ્યાત હનુમાનજી મંદિરમાં રૃ.૧.૬૦ લાખની ચોરીના બનાવે ચકચાર મચાવી દીધી છે. જ્યારે અંજાર તાલુકાના વરસામેડી નજીક આવેલી કંપનીની કોલોનીના મંદિરને નિશાન બનાવીને તસ્કરોએ રૃ.૮૭,પ૦૦ના આભૂષણોની ચોરી કરી હતી.

પધૃધર પોલીસ માથકના તપાનીશના જણાવ્યા પ્રમાણે કોઈ અજાણ્યા ઈસમો રાત્રીના ૧૨-૩૦ વાગ્યાના અરસામાં આવીને તાળા તોડી દોઢ લાખના દાગીના રોકડ ૧૦ હજાર સહિત ૧,૬૦,૦૦૦ ની ચોરી કરી ગયા હતા. ચોરી કરવા આવેલા ત્રણ ઈસમો સીસીટીવીમાં કેદ થયા છે. આ ઘટનામાં  પોલીસ માથકે ફરીયાદ નોંધાવાઈ છે. જે આાધારે તપાસ હાથ ધરવામાં આવી છે. બનાવને પગલે મંદિરના પૂજારી નરેન્દ્રસિંહ ભગીરાથસિંહ પરમારે પોલીસ માથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં ગેલ ગાત્રાળ મંદિરમાંથી અજાણ્યા તસ્કરોએ મૂત પરાથી ચાંદીના જુદા જુદા ૭ મુકુટ અને એક છત્તર મળીને ૮૭,પ૦૦ના આભૂષણો તફડાવી ગયા હતા. બનાવને પગલે અંજાર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. મંદિરોમાં થઈ રહેલી ચોરીના આ બનાવોના પગલે લોકોમાં ભારે રોષની લાગણી પ્રસરી જવા પામી છે. તેમજ કચ્છમાં કાથળેલી કાયદો-વ્યવસૃથા સુાધારવા માટે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી ઉઠી છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37OVcGK

0 Response to "કચ્છમાં ભગવાન પણ અસલામત!, વધુ બે મંદિરોમાંથી રૃ.ર.૪૭ લાખની ચોરી"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel