કડીમાં બીજા દિવસે પણ વેટનરી સરકારી દવાઓનો જથ્થો મળ્યો

કડીમાં બીજા દિવસે પણ વેટનરી સરકારી દવાઓનો જથ્થો મળ્યો

મહેસાણા,તા.06 ડીસેમ્બર 2020, રવિવાર

કડીમાં મેડિકલ વેસ્ટ મળી આવવાનો સીલસીલો યથાવત રહેવા પામ્યો છે. કડીના દેત્રોજ રોડ પર પીપીઈ કીટ મળી આવ્યા બાદ કડીના ઉંટવા-નંદાસણ રોડ પર સરકારી આઈટીઆઈની સામે વેટરનરી વિભાગની દવાઓ ઈન્જેક્શન, મેડિકલ વેસ્ટ અજાણ્યા શખસો ઠાલવી જતા રહ્યા છે. જેના લીધે લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં થઈ રહ્યા છે. છતાં આરોગ્ય તંત્ર નિંદ્રાધીન રહ્યું છે.

નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલના હોમટાઉનમાં કેટલીક હોસ્પિટલો કે દવાના સ્ટોર્સ દ્વારા મેડિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ કરવાની ઘટનાઓ વારંવાર બની રહી છે. છેલ્લા એક માસમાં આ ચોથી ઘટના બનવાનો કડીના દેત્રોજ રોડ પર આવેલ કેનાલ પાસેથી પીપીઈ કીટ મળી આવી હતી. જે મામલો હજુ થાળે પડયો નથી ત્યારે કડી નંદાસણ જવાના માર્ગમાં સરકારી આઈટીઆઈ કોલેજની સામે રોડની સાઈડમાં વેટનરી વિભાગની દવાઓ, ઈન્જેક્શન દવાઓ, બોક્સ, બોટલો વગેરેનો વેસ્ટ કોઈ અજાણ્યા ઈસમો રોડ ફેંકી જતા રહ્યા છે. આ મેડિકલ વેસ્ટ મળેલ દવાઓના લેબલ ઉપરથી સરકારી દવાઓ અને પશુઓની સારવારની હોવાની છે. સરકારી દવાઓ અહી કોણ નાખી ગયું તે પ્રશ્ન લોકોને સતાવી રહ્યો છે. કડીમાં છાશવારે આવા વેસ્ટનો નિકાલ કરતા તત્વો સામે આરોગ્યતંત્ર કેમ કોઈ ઠોંસ પગલાં ભરતું નથી.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3oww9PA

0 Response to "કડીમાં બીજા દિવસે પણ વેટનરી સરકારી દવાઓનો જથ્થો મળ્યો"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel