
દાંતીવાડામાં ગેરકાયદેસર રેતીનું વહન કરતી ત્રણ ટ્રકો ઝડપાઈ
દાંતીવાડા,તા.10 ડીસેમ્બર 2020, ગુરૂવાર
બનાસ નદીની રેતી અન્ય રાજ્યોમાં વધુ ભાવે વેચાતી હોવાથી આ રેતીનો હવે કાળો કારોબાર શરૃ થયો છે. રાણપુરથી ભડથ વિસ્તારમાં આવેલ બનાસનદીની લીજોમાંથી રોયલ્ટી વિના અને ઓવરલોડ રેતી ભરી ટ્રકો દાંતીવાડા મામલતદાર કચેરીના આગળ આવેલ જાહેર રોડ ઉપરથી સીધી રાજસ્થાન જઈ રહી છે. ત્યારે નવા નિમાયેલા મામલતદાર દ્વારા ખાણ-ખનીજ વિભાગની કાર્યવાહી કરતા ત્રણ ટ્રકો ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
રાજસ્થાન જેવા સરહદી રાજ્યોમાં બનાસનદીની રેતીની ભારે માંગ હોવાથી ખનીજ માફીયાઓના સેટીંગથી ડીસા નજીક આવેલ રાણપુર અને ભડથ વિસ્તારમાં આવેલ બનાસનદી લીજોમાંથી રેતી ભરી મહાકાય ટ્રેલરો છેક રાજસ્થાન મોકલવામાં આવી રહી છે. જે રેતી ભરી ટ્રેલરો દોડી રહ્યા છે. તે રોયલ્ટીનો સમય પુરો થયા બાદ પણ આખી રાત દોડી રહ્યા છે. જેના લીધે દાંતીવાડા બીએસએફ કોલોનીમાં વસવાટ કરતા નગરજનો અને વેપારીઓ પણ ત્રાહિમામ પોકારી ગયા છે.
દાંતીવાડા બીએસએફ કોલોનીમાં છેલ્લા ઘણા મહિનાઓથી ઓવરલોડ તેમજ વગર રોયલ્ટીએ રેતી ભરીને ટ્રકો દોડી રહી છે. જ્યારે ખાણ-ખનીજ વિભાગ જો આ વિસ્તારમાં એટલું સક્રીય છે તો રેતી ભરવા ગયેલ ટ્રકોમાં વધુ રેતીનો જથ્થો ભરાય કઈ રીતે અને વગર રોયલ્ટીએ આ ટ્રેલર અને હાઈવા ટ્રકો પસાર થાય છે કઈ રીતે જેવા અનેક બાબતો નવા મુકાયેલા મામલતદારને માલુમ પડતા તેઓએ બુધવારના સર્કલ ઓફીસરની ટીમ બનાવી પોતે મોડી રાત સુધી રેત
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3a174YI
0 Response to "દાંતીવાડામાં ગેરકાયદેસર રેતીનું વહન કરતી ત્રણ ટ્રકો ઝડપાઈ"
Post a Comment