
ડીસાના વેપારીની કાર રાધનપુર હાઇવે પર બીનવારસી મળી
રાધનપુર તા.23 ડીસેમ્બર 2020, બુધવાર
થરાદ નજીકની કેનાલમાં ડીસાના દાડમના વેપારીની હાથ-પગ બાંધેલી લાશ મળી આવી હતી. આ લાશ પાણીમાં ઉપર તરતી હોવાથી સ્થાનીકોએ પોલીસને જાણ કરતા લાશને બહાર કઢાઈ હતી. થરાદ પોલીસની પુછપરછમાં લાખો રૃપિયાની લૂંટ થયાનું પણ બહાર આવ્યું છે. જોકે લૂંટની ઘટના અંગે હજુ પોલીસ અસમંજસમાં છે. ૪૮ કલાક બાદ આ વેપારીની ગાડી રાધનપુર નજીક મળી આવી હતી. રાધનપુર હાઈવે ઉપર બે દિવસથી આ કાર પાર્ક કરેલી હતી.
દીયોદર ખાતે દાડમની ખરીદી કરવા ચાલીસ લાખ ઉપરાંત રોકડ રૃપિયા લઇને નીકળેલા ડીસાના દાડમના વહેપારીની હત્યા કરીને લાશ થરાદ નજીક નર્મદા કેનાલમાં નાંખી હત્યારા વેપારીની કાર લઇને ફરાર થયાન બનાવથી સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચીજવા પામ્યો હતો. લુંટ વીથ હત્યાની ઘટના બાબતે બનાસકાંઠા પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ શરૃ કરવામાં આવી હતી. લુંટ વીથ હત્યા ઘટનાને અંજામ આપનાર આરોપીઓએ વેપારીની કાર રાધનપુર ભાભર હાઇવે પર આવેલ બે હોટલો વચ્ચે રોડની સાઇડમાં કારને પાર્ક કરી ફરાર થયા હતા. બે દિવસથી રોડની બાજુમાં પાર્ક કરેલ કાર બાબતે શંકા જતા પોલીસને જાણ કરવામાં આવી હતી. અને રાધનપુર પોલીસે આવીને તપાસ કરતા કારના દરવાજા લોક કર્યા વગર હતા. કારની ખાલી સાઇડની સીટ ઉપર સફેદ કલરનો હાથ રૃમાલ પડેલો જોવા મળ્યો હતો. હત્યારાઓને પકડવા વેપારીની કાર મળેલ જગ્યા નજીકની હોટલોના સીસીટીવી ફુટેજની પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
થરાદ પીઆઈએ ફોન ઉપાડવાના ટાળ્યા
વેપારીની લૂંટ વીથ મર્ડરની ઘટનાના તમામ સમાજોમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. છતાં બનાસકાંઠા પોલીસ ઘટનાની ગંભીરતા સમજતી નથી તેવું લાગી રહ્યું છે. આજે થરાદ પીઆઈએ આટલી મોટી ઘટના બની હોવાછતાં ફોન ઉપાડવાના ટાળ્યા હતા. થરાદ પીઆઈની સાથે જિલ્લા પોલીસવડા પણ આ ઘટના અંગે કંઈજ બોલવા તૈયાર ન હતા.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2KSsxJ7
0 Response to "ડીસાના વેપારીની કાર રાધનપુર હાઇવે પર બીનવારસી મળી"
Post a Comment