કતલખાને લઇ જવાતા ૩૫ અબોલ પશુઓને બચાવાયા

કતલખાને લઇ જવાતા ૩૫ અબોલ પશુઓને બચાવાયા

મહેસાણા તા.23 ડીસેમ્બર 2020, બુધવાર

અમદાવાદથી મહેસાણા હાઇવે પર આવેલ મંડાલી ગામના પાટીયા નજીક આવેલી એક હોટલ પાસેના વાડામાં પણી કે ઘાસચારાની વ્યવસ્થા કર્યા વિના ક્રુરતાપૂર્વક દોરડાથી મુંગા પશુઓને બાંધી રાખી કતલખાને લઇ જવાની તૈયારીઓની વિગતો મળતા પોલીસે આ સ્થળે ઓચિંતી રેડ પાડીને ૩૫ જેટલા ઢોરોને બચાવી લીધા હતા. આ અંગે ઝડપાયેલા એક સહિત બે આરોપીઓ વિરૃધ્ધ ગુનો દાખલ કરીને પોલીસે કાર્યવાહી આરંભી છે. 

લાંઘણજ પોલીસને બાતમી મળી હતી કે મંડાલી હાઇવે પાસે આવેલ સાહીલ હોટલથી અંદરના ભાગે આવેલી જગ્યામાં કોઇક ગેરકાયદેસર પ્રવૃતિ ચાલી રહી છે. જેના આધારે હેડ કોન્સ્ટેબલ ચિરાગ રાઠોડ, પો.કો.દિલીપજી સહિતના પોલીસ સ્ટાફે બાતમીવાળી જગ્યાએ જઇને તપાસ હાથ ધરી હતી. જ્યાં સિમેન્ટની દિવાલથી બનાવેલ વાડામાં ૨૭ જેટલી ભેંસો સહિત કુલ ૩૫ મુંગાપશુઓ જુદી જુદી જગ્યાએ ક્રુરતાપૂર્વક દોરડા વડે બાંધેલી અને પાણી કે ઘાસચારાની કોઇ વ્યવસ્થા કરવામાં આવેલ ન હોવાનું જોવા મળ્યું હતું. આ સ્થળેથી ઝડપાયેલા ડીસાના સઇદ હાજી મુસ્તુફા શેખની પુછપરછ કરતાં તેણે આ જગ્યા મંડાલી ગામના ઇમરાન ઉર્ફે મુન્નો એલમખાન પઠાણની હોવાનું જણાવી બન્ને જણાં ગવાડી તેમજ અન્ય જગ્યાએ આવેલા કતલાખાના માટે વેચાણ કરીએ છીએ જ્યારે વેપાર થાય તેમ ઢોરોને જુદા જુદા વાહનમાં કતલખાને મોકલી આપવાનુ હોય છે. જેથી ઘાસચારા કે પાણીની વ્યવસ્થા કરતા નથી અને ઢોર નાસી ન જાય તેમાટે દોરડાથી બાંધી રાખીએ છીએ પોલીસે ઉક્ત બન્ને શખસો સામે લાંખણજ પોલીસ મથકે ગુનો દાખલ કરીને અહીંથી નાના મોટા ૩૫ ઢોરોને કબજે કર્યા હતા. ઉપરાંત રૃ.૭.૪૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે. 



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37IkDuC

0 Response to "કતલખાને લઇ જવાતા ૩૫ અબોલ પશુઓને બચાવાયા"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel